બ્રેકિંગ ન્યુઝ
VTV / Nitish kumar says jdu will not be a part of national democratic alliance outside the state of bihar
vtvAdmin
Last Updated: 04:01 PM, 9 June 2019
ADVERTISEMENT
નીતિશ કુમારે જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં એક મોટો નિર્ણય લીધો છે. નીતિશકુમારે એ નક્કી કર્યુ છે કે બિહારનાં બહાર જેડીયૂ ભાજપનાં નેતૃત્વવાળી એનડીએનો ભાગ નહીં રહે. જમ્મુ-કશ્મીર, ઝારખંડ, હરિયાણા અને દિલ્હીમાં થનાર વિધાનસભા ચૂંટણીમાં જેડીયૂ એકલું ચૂંટણી લડશે. ત્યારે રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક અનુસાર બિહારમાં તેઓ એનડીઓનો ભાગ રહેશે અને ભાજપ સાથે મળીને ચૂંટણી લડશે.
राष्ट्रीय कार्यकारिणी की बैठक में श्री @NitishKumar ने स्पष्ट रूप से कहा, “मन में किसी प्रकार का भ्रम न रखें... हमलोग एनडीए में हैं... एनडीए में रहेंगे... बिहार में 2020 का चुनाव साथ लड़ेंगे..!” pic.twitter.com/v1qpO32fN9
— Janata Dal (United) (@Jduonline) June 9, 2019
ADVERTISEMENT
નીતિશકુમારની અધ્યક્ષતામાં પટનામાં મુખ્યમંત્રી આવાસ પર થઇ રહેલ જેડીયૂની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં એનડીએની વિરોધી મમતા બેનર્જીને માટે ચૂંટણી રણનીતિ બનાવવાનો નિર્ણય કરીને ફરીથી ચર્ચામાં આવેલ જેડીયૂનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર પણ હાજર રહ્યાં. ત્યારે પાર્ટીનાં વરિષ્ઠ નેતા વશિષ્ઠ નારાયણ સિંહ, પ્રવક્તા કેસી ત્યાગી, પ્રદેશ અધ્યક્ષ, જિલ્લાધ્યક્ષ અને અન્ય કોઇ નેતાઓની પણ ઉપસ્થિતિ રહી.
राष्ट्रीय कार्यकारिणी ने विश्वास जताया कि नगालैंड और अरुणाचल प्रदेश में बेहतरीन प्रदर्शन के बाद अब दिल्ली, झारखंड, जम्मू-कश्मीर और हरियाणा में भी मजबूत उपस्थिति दर्ज करेगी जदयू..! हमारा यूएसपी हमारा काम है और उसी की बदौलत अन्य राज्यों में भी बढ़ेंगे हम..!! pic.twitter.com/SN2ZKoVXb9
— Janata Dal (United) (@Jduonline) June 9, 2019
મોદી કેબિનેટ 2.0 ગઠનથી દેખાયું હતું અંતરઃ
મોદી સરકાર-2 કેબિનેટમાં જેડીયૂનાં શામેલ નહીં થયા બાદથી જ રાજકીય કોરિડોરમાં ભાજપ-જેડીયૂની વચ્ચેનાં અંતરની હવા ઉડવા લાગી હતી, જ્યારે જેડીયૂનાં એક મંત્રી પદનો પ્રસ્તાવ અપાયાથી નારાજ નીતિશકુમારે કેન્દ્ર સરકારમાં ભાગીદારીથી ઇન્કાર કરી દીધો હતો. જેડીયૂ પ્રવક્તા કેસી ત્યાગીનું કહેવું એમ હતું કે જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો, તે સ્વીકાર્ય ન હોતો. જેથી અમે લોકોએ આ નિર્ણય લીધો કે જેડીયૂ ભવિષ્યમાં પણ એનડીએ કેન્દ્રીય કેબિનેટનો ભાગ નહીં હોય. આ અમારો અંતિમ નિર્ણય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.