વિરોધ /
ખુલ્લેઆમ દારૂનું થઇ રહ્યું છે વેચાણ એમ કહીને આ મુખ્યમંત્રી પર ફેંકાયા પથ્થર અને ડુંગળી
Team VTV04:02 PM, 03 Nov 20
| Updated: 04:03 PM, 03 Nov 20
બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પુરજોશમાં કરવામાં આવી રહ્યો છે. મંગળવારે આ પ્રચાર કાર્ય અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી નિતીશ કુમારે એક ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું.
બિહાર વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો
નીતિશ કુમાર પર ફેંકાયા પથ્થર અને ડુંગળી
પથ્થર ફેંકનારે દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની કરી વાત
મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્રમાં તેઓ જ્યારે પહોંચ્યા ત્યારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જો કે, નીતિશ કુમાર રેલીને સંબોધન કરી રહ્યા હતા ત્યારે તેમના પર પથ્થર અને ડુંગળી ફેંકવામાં આવી હતી.
દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું હોવાની કરી વાત
ઉલ્લેખનીય છે કે, રેલી દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિ સતત નારેબાજી કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઇ રહ્યું છે. ચોરી થઇ રહી છે પરંતુ તમે કાંઇ જ કરી શકતા નથી. જો કે, ત્ચારબાદ તેણે કાંકરી ચાળો કરતા નીતિશ કુમારના સુરક્ષાકર્મીઓએ આ શખ્સને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ નીતિશ કુમારે કહ્યું કે ફેંકવા દો, જેટલા ફેંકે તેટલા ફેંકવા દો.
સરકાર આવ્યા પછી રોજગારની તક ઊભી થશે
Live - बिहार विधानसभा चुनाव 2020 की चुनावी सभा। विधानसभा- हरलाखी (जिला- मधुबनी) से https://t.co/DkRZ9SR8j0
નોંધનીય છે કે, નીતિશ કુમારે આ વાતની સાથે જ તેમણે પોતાનું સંબોધન આગળ વધાર્યું હતું, નીતીશે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે સરકાર આવ્યા પછી રોજગારની તક ઊભી થશે અને કોઈએ બહાર નીકળવું નહીં પડે. નીતીશે કહ્યું કે, જેઓ આજે સરકારી નોકરીની વાત કરે છે, જ્યારે તેઓ સત્તામાં હતા, ત્યારે કેટલા લોકોએ રોજગાર આપ્યો, તે પછી બિહાર-ઝારખંડ ઘણા લાંબા સમયથી સમાન હતું.
અગાઉ પણ વિરોધ થઈ ચૂક્યો છે
આપને જણાવી દઈએ કે આ વખતે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણી વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમની સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે, જ્યારે ખુદ નીતિશે પણ સૂત્રોચ્ચાર કરનારા લોકોને રોકી દીધા છે.
મુઝફ્ફરપુરની રેલીમાં લાલુ યાદવના લાગ્યા નારા
મુઝફ્ફરપુરની રેલીમાં નીતિનની સામે કેટલાક લોકોએ લાલુ યાદવ જિંદાબાદના નારા લગાવ્યા હતા. ત્યારે મંચ પરથી નીતિશે જણાવ્યું હતું કે, નારા લગાવી રહ્યા છો તેને સાંભળવા જાવ, અહીં કેમ આવ્યા છો. આ સિવાય કેટલાક સ્થળોએ કાળા વાવટા ફરકાવીને પણ નિતીશ કુમારનો વિરોધ કરવામાં આવ્યો હતો.