બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nitish kumar asked intelligence unit to gather information about rss leaders in bihar

આદેશ / RSS સહિત 19 સંગઠનો અંગેની જાણકારી મેળવશે નીતિશ કુમારની સરકાર

vtvAdmin

Last Updated: 09:32 AM, 17 July 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારની સ્પેશિયલ બ્રાન્ચનો એક આદેશ હાલ ચર્ચામાં છે. વાસ્તવમાં, સ્પેશિયલ બ્રાંચની ઇન્ટેલિજેન્સ વિંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને એના અનુષાંગિક સંગઠનોના રાજ્ય પદાધિકારીઓ માટે જાણકારી એકત્રિત કરવાનો આદેશ આપ્યો છે.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને સંવેદનશીલ મામલાની જાણકારી આપતી પ્રદેશ પોલીસના ખાનગી એકમને આરએસએસ નેતાઓની જાણકારી નિકાળવાનો આદેશ મળ્યો હતો. 28 મે એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શપથ લેવાના બે દિવસ પહેલા સ્પેશિયલ બ્રાન્ચના એસપી દ્વારા જારી કરવામાં આવેલા એક પત્રમાં પ્રદેશના આરએસએસ પદાધિકારીઓ અને 17 સહાયક સંગઠનોની વિસ્તૃત જાણકારી નિકાળવાનો આદેશ આપવામાં આવ્યો હતો. 

આ પત્રમાં સ્પેશિયલ બ્રાન્ચના તમામ ડેપ્યુટી એસપીને સંબોધિત કરતાં આરએસએસ નેતાઓના નામ, સરનામું, પદ અને વ્યવસાયની જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું હતું. 

પત્રમાં ફીલ્ડ ડ્યૂટી પર લગાવવામાં આવેલ વરિષ્ઠ અધિકારીઓને એની પર તત્કાલ રૂપથી એક સપ્તાહની અંદર સંબંધિત જાણકારી આપવા માટે કહેવામાં આવ્યું હતું. લેટરની કૉપી સ્પેશિયલ બ્રાન્ચના એડીજી, આઇજી અને ડીઆઇજીને પણ મોકલવામાં આવી હતી. 

જાણવા મળી રહ્યું છે કે આરએસએસ ઉપરાંત વીએચપી, બજરંગ દળ, હિંદુ જાગરણ સમિતિ, હિંદુ રાષ્ટ્ર સેના, ધર્મ જાગરણ સમિતિ, રાષ્ટ્રીય સેવિકા સમિતિ,, ગુર્ગા વાહિની સ્વદેશી જાગરણ મંચ, શિખા ભારતી. ભારતીય કિસાન સંઘ, હિંદુ મહાસભા, હિંદુ યુવા વાહિની અને અન્યના નામ પણ પત્રમાં સામેલ હતા. એક આરએસએસ નેતાએ સ્પષ્ટ કર્યું કે ઘણા સંગઠનનું નામ પત્રમાં ખોટું લખેલું છે. લિસ્ટમાં કેટલાક સંગઠનના એવા નામ છે જે છે જ નહીં. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Nitish Kumar rss આરએસએસ નીતિશ કુમાર બિહાર order
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ