Nitish kumar angry on tejashwi yadav controversial statement
Video /
નીતિશ કુમાર તેજસ્વી યાદવ પર ભડક્યાં, કહ્યું મિત્રનો દીકરો છે માનીને કંઈ બોલતો ન હતો
Team VTV06:01 PM, 27 Nov 20
| Updated: 06:12 PM, 27 Nov 20
બિહાર વિધાનસભામાં આજે જોરદાર ઘમાસાણ જોવા મળ્યું હતું, જ્યાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ એકબીજાની સામસામે આવી ગયા હતા.
બિહાર વિધાનસભામાં જોરદાર ઘમાસાણ
નીતીશ કુમારે તેજસ્વી યાદવની લગાવી ક્લાસ
ભારે હંગામા વચ્ચે તેજસ્વીને નીતીશે સંભળાવ્યું
બિહારમાં નીતીશ કુમાર અને તેજસ્વી યાદવ આજે આમનેસામને આવી ગયા અને નીતીશ કુમાર તેજસ્વી પર ખૂબ ગુસ્સે દેખાયા. વિધાનસભામાં જ નીતીશ કુમારે તેજસ્વીની ક્લાસ લગાવી, નોંધનીય છે કે તેજસ્વી યાદવે નીતીશ કુમાર પર એક ટિપ્પણી કરી હતી જે બાદ જનતા દળના નેતાઓ ભડકી ઉઠ્યા હતા.
Listen to @yadavtejashwi listing criminal charges against CM @NitishKumar and his colleagues. Apparently Nitish Kumar was so rattled that he spoke to leader of opposition in very condescending manner. Claimed Lalu Yadav as his brother, whom he ditched!
લાલૂ પ્રસાદ યાદવના દીકરા અને હાલમાં થયેલ ચૂંટણીમાં એક મોટા નેતા તરીકે ઉભરી આવેલ તેજસ્વી યાદવે કહ્યું હતું કે મુખ્યમંત્રી નીતીશ કુમાર પોતાની સભામાં લાલૂના 9 બાળકોની વાત કરતા હતા અને કહેતા હતા કે દીકરી પર ભરોસો ન હતો એટલે 9 બાળકો થયા. શું નીતીશજીને દીકરી પેદા થવાનો ડર હતો એટલે તેમણે બીજું બાળક પેદા જ ન કર્યું ?
તું શું છે કરે છે મને બધી ખબર છે
નીતીશ કુમારે બીજી તરફ પોતાનું સંતુલન ખોઈ બેઠા અને લાલચોળ થયેલા નીતીશ કુમારે તેજસ્વીને પોતાનો રૌદ્ર અવતાર દર્શાવ્યો. તેમણે કહ્યું કે હું અત્યાર સુધી ચુપ હતો. આ અમારા દીકરા સમાન છે, તેમના પિતા મારી ઉંમરનાં છે. આને નાયબ મુખ્યમંત્રી કોણે બનાવ્યો ? તું ચાર્જશિટેડ છે અને શું કરે છે એ મને બધી ખબર છે.
નીતીશ કુમારે એમ પણ કહ્યું કે આ પ્રકારની વાતો સ્વીકાર કરી શકાય નહીં. આ કયા પ્રકારે જુઠ્ઠાણું બોલી રહ્યો છે પણ હવે અમે સહન કરી શકીશું નહીં.
નોંધનીય છે કે વિધાનસભાનાં સદનની અંદર નીતીશ કુમારને આવા લાલચોળ પહેલીબાર જોવામાં આવ્યા છે અને નીતીશ કુમાર સિવાયના અન્ય નેતાઓએ પણ આજે તેજસ્વી યાદવને ખૂબ સંભળાવી છે.