Team VTV08:19 PM, 16 Aug 21
| Updated: 08:23 PM, 16 Aug 21
નીતિન પટેલે કહ્યું કે, વેપારી એસોસિએશન માટે 2 વખત મુદ્દત વધારી આપવામાં આવી, ફરજીયાત વેક્સિન લેવાનો સમય પૂર્ણ થયા બાદ જેમને વેકસીન લીધી હશે નહીં. તેમની સાથે કડકાઈથી કામગીરી થશે
નીતિન પટેલે વેક્સિનનો બીજો ડોઝ લીધો
મનસુખ માંડવિયાને વધુ વેક્સિન ડોઝ માટે કરી અપીલ
હાલ રાજ્યમાં 4 કરોડથી વધુને વેક્સિન અપાઇ
ગુજરાતમાં વેપારીઓને વેક્સિન ફરજિયાત લેવા માટેનો સમયમર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. હવે જો કોઈ વેપારીએ વેક્સિન લીધી હશે નહીં. તો તેમનો વેપાર તંત્ર અથવા પોલીસ બંધ કરાવી શકશે. જે મામલે આજે નીતિન પટેલે કહ્યું કે, વેપારી એસોસિએશન માટે 2 વખત મુદ્દત વધારી આપવામાં આવી હતી. ફરજીયાત વેક્સિન લેવાનો સમય પૂર્ણ થયા બાદ જેમને વેકસીન લીધી હશે નહીં. તેમની સાથે કડકાઈથી કામગીરી થશે
ગુજરાતમાં વેપારીઓને ફરજિયાત વેક્સિન લેવાના નિયમની સમય મર્યાદા પૂર્ણ થઈ ચૂકી છે. ગુજરાતમાં પહેલા 31 જૂલાઈ સુધી વેપારીઓ દ્વારા વેક્સિન લઈ લેવી ફરજિયાત હતી. જે બાદ 15 ઓગસ્ટ સુધીનો સમય રાખ્યો હતો. જે તારીખ પણ જતી રહી છે. ત્યારે ફરી વેપારીઓ દ્વારા વેક્સિન લેવાની સમયમર્યાદા વધારવા માગણી કરી છે. કારણ કે, ગુજરાતમાં એક અંદાજા પ્રમાણે 30 ટકા વેપારીઓ દ્વારા વેક્સિન લેવાઈ નથી. આટલી મોટી સંખ્યામાં વેપારીઓ દ્વારા વેક્સિન ન લેવાઈ હોવાથી તેમની મુશ્કેલી વધશે.
તો બીજી તરફ અધિકારીઓ ચેકિંગમાં નીકળશે. અને જો વેપારીઓ પાસે વેક્સિનેશનનું સર્ટિફિકેટ હશે નહીં તો, તેમને વેપાર-ધંધો કરવામાં અડચણ આવી શકે છે. અને દુકાન બંધ પણ કરાવી શકે છે. તો બીજી તરફ વેક્સિનની લાઈન અને મર્યાદિત સ્ટોકના કારણે આટલી કડકાઈ સામે પણ સવાલ છે.
ગુજરાતમાં વેક્સિનેશનને લઈ વધુ એક સિદ્ધિ
રાજ્યમાં અત્યાર સુધીમાં 4 કરોડ લોકોને વેકસીન ડોઝ અપાયા
આજે રાજ્યમાં સાડા ચાર લાખ લોકોને વેકસીન ડોઝ અપાયા
રાજ્યમાં 18 વર્ષથી વધુ વયના કુલ 4,93,20,903 યુવાનો વસ્તી
18 વર્ષથી વધુ વયના 3,07,63,941 યુવાનોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
18 વર્ષથી વધુ વયના 9874696 ને વેકસીનનો બીજો ડોઝ અપાયો
રાજ્યમાં અત્યાર સુધીમાં 6.23 લાખ હેલ્થ કેર વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો
5.22 લાખ હેલ્થ કેર વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો
રાજ્યમાં 13.43 લાખ ફર્ન્ટ લાઈન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો
45 વય ધરાવતા 1.36 કરોડ લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
45 વયના 72.13 લાખ લોકોને વેકસીનનો બીજો ડોઝ અપાયો
રાજ્યમાં કુલ 3,07,63,941 લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ અપાયો
98,74,969 લોકોને વેકસીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો
10 લાખની વસ્તીએ વેક્સિનેશનમાં ગુજરાત પ્રથમઃ નીતિન પટેલ
આરોગ્ય મંત્રી નિતીલ પટેલે સોલા સિવિલ ખાતે વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. નીતિન પટેલે જણાવ્યું કે, સમગ્ર રાજયમાં સરકાર દ્વારા વેકસીન આપવાનું કામ ચાલી રહ્યું છે. ભારત સરકારે રાજયોને વધુ જથ્થો આપવામાં આવે તેવા સતત પ્રયાસ ચાલુ છે. ગુજરાતમાં 4 કરોડ કરતા વધુ નગરિકોને વેકસીનનો પહેલો કે, બીજો ડોઝ આપવામાં આવ્યો છે. દરરોજ 6 લાખ લોકોને વેકસીન આપવામાં આવે છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને મારી અપીલ છે કે, ડોઝની ફાળવણી વધુ કરવામાં આવે જેથી વધુ વેકસીનની કામગીરીમાં વધારો થાય. હેલ્થ કર્મચારીઓને અભિનંદન આપું છું કે, તહેવારની પણ પણ રજા રાખ્યા વગર વેકસીન આપી રહ્યા છે. ગુજરાત પાસે હાલ 13 લાખ વેકસીનનો જથ્થો ઉપલબ્ધ છે. સોલામાં દરરોજ 1500થી વધુ દર્દીઓ ઓપીડીમાં સારવાર લે છે. દર 10 લાખની વસ્તીએ ગુજરાત વેકસીનેશન મામલે પ્રથમ રાજય છે. હેલ્થ બાબતે ફરી તમામ હોસ્પિટલ કાર્યરત થઈ ગયી છે. તમામ ઓપરેશન ફરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.