બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી...', રાજકારણમાં દલાલ વધી ગયાના નિવેદન પર નીતિન પટેલની સ્પષ્ટતા
Last Updated: 12:40 PM, 4 February 2025
કડીના ડરણ ગામે દામોદર જીવરામ પટેલ નૂતન વિદ્યાલયના અમૃત મહોત્સવ અને નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તેઓએ તેમના ભાષણમાં જણાવ્યું હતું કે રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે, ત્યારે આ નિવેદનને લઇ તેઓએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી.
ADVERTISEMENT
શું કહ્યું નીતિનભાઇએ
ADVERTISEMENT
તેઓએ ટ્વીટ પર લખ્યું હતું કે કડીના ડરણ ગામના કેળવણી મંડળના કાર્યક્રમમાં મે જે વાત કરી છે. એ બધાજ જમીન દલાલોને લાગુ પડતી નથી. પરંતુ પક્ષના હોદ્દા ઉપર રહી પક્ષનું નામ વટાવી પોતાના અંગત સ્વાર્થ ખાતર કામો કરાવી લે છે. એવા કેટલાક લોકો માટે કહ્યું છે. કોંગ્રેસની સરકારોમાં પણ આવા લોકો હતાજ તે પણ બધા જાણેજ છે.
વધુ વાંચોઃ ચિત્રના શિક્ષકની ગંદી હરકત! વૉશરૂમમાં મહિલાઓના ચોરી છૂપે બનાવતો વીડિયો, થઈ ધરપકડ
શું બોલ્યા હતા નીતિન પટેલ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે ગામડામાં કોઈ સામાન્ય રહ્યું જ નથી, અહીં બેઠેલા જે પણ વ્યક્તિ જોડે પાંચ વીઘા જમીન હોય તો 10 થી 15 કરોડના આસામી કહેવાય, હું બધા બિલ્ડરો અને દલાલોને ઓળખું છું, જમીનોના દલાલો મોટર સાયકલ લઈને ફરે પાનના ગલ્લા ઉપર, મેઢા ચોકડી હોય, અમારા કડીનો કરણનગર રોડ હોય, બધા દલાલો હવે તો રાજકારણમાં પણ દલાલો થઈ ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર છું, ભાજપનો કાર્યકર છું, નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા, દલાલી કરતા કરતા અત્યારે બહુ મોટા સુખી થઈ ગયા છે, એટલે આ બધું ભગવાનના આશીર્વાદ છે,ઉમિયા માતાજીના આશીર્વાદ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.