ગુજરાતમાં હવે કોણ નવા મુખ્યમંત્રી બનશે તેને લઈને રાજકારણ ગરમાયું છે ત્યારે રાજ્યનાં દિગ્ગજ પાટીદાર નેતા નીતિન પટેલ અત્યારે રેસમાં સૌથી આગળ ચાલી રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે.
ગુજરાતમાં આગામી મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ
પાટીદાર નેતા નીતિન પટેલનું નામ મોખરે
જોકે છેલ્લે ભાજપ સરપ્રાઈઝ આપે તો પણ નવાઇ નહીં
આખરે કેમ નીતિન પટેલનો દાવો છે મજબૂત?
પાટીદાર નેતા નિતિન પટેલ મહેસાણાના લોકપ્રિય નેતા છે તેઓ ગુજરાતનાં ડેપ્યુટી સીએમ પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ગુજરાતમાં આરોગ્ય મંત્રી તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. તેમનો જન્મ ઉત્તર ગુજરાતના વિસનગરમાં થયો હતો. તેઓ 1990 થી 1995, 1995-1997 અને 1998-2002 અને 2012-2021 દરમિયાન વિધાનસભાના સભ્ય રહી ચૂક્યા છે. 5 ઓગસ્ટ 2016 થી તેઓ ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી તરીકે સત્તારૂઢ થયા હતા. નીતિન પટેલ હાલમાં ડેપ્યુટી મુખ્યમંત્રી રહી ચૂક્યા છે આ ઉપરાંત તેઓ પાટીદાર સમાજમાં સૌથી મોટા ચેહરો માનવામાં આવે છે. માટે પાટીદાર ફેક્ટરના કારણે ચૂંટણીમાં ભાજપને ફાયદો મળી શકે છે. તેઓ ઉત્તર ગુજરાતના પાટીદાર સમાજ પર પ્રભાવ ધરાવતા નેતા છે.
સિવિલ સર્વન્ટસ સાથે પણ સારી ઓળખાણ
તેઓ તેમના બહોળા રાજકીય અનુભવન કારણે 2022માં ભાજપ સામે આવનારા પડકારોને પહોંચી વળવા સક્ષમ છે તેમની વહીવટી કુશળતાના કારણે અધિકારીઓ પર પક્ડ ધરાવે છે. વહિવટ ક્ષમતા અને કુશળતામાં તેઓ માહિર છે.
હિદુત્વના એજન્ડા
તેઓ ભાજપના હિદુત્વના એજન્ડમાં પણ ફીટ બેસે છે. કારણ કે થોડા દિવસ પહેલા જ તેમણે હિન્દુ હશે તો જ બંધારણ હશે તેવું નિવેદન આપ્યું હતું જેને લઈને પાછળથી વિવાદ પણ થયો હતો.
સંગઠન અને સરકારના તાલમેલ સાથે ચાલી શકે છે નીતિન પટેલ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ સી આર પાટીલ અને નીતિન પટેલની કેમિસ્ટ્રી સારી જામે છે જે 2022માં ફાયદો કરાવી શકે તેમ છે. સરકારમાં નીતિન પટેલની ટ્રબલ શુટર તરીકેની ભુમિકા રહી છે માટે તેમને ધુરા સોંપવામાં આવે તો ભાજપને જ ફાયદો થઈ શકે છે.