બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / નીતિન પટેલે ગુજરાતીઓનું 25 હજાર કરોડનું કરી નાખ્યું: બળદેવજી ઠાકોર

વધુ એક કૌભાંડ / નીતિન પટેલે ગુજરાતીઓનું 25 હજાર કરોડનું કરી નાખ્યું: બળદેવજી ઠાકોર

Last Updated: 09:45 PM, 16 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નીતિન પટેલના કથિત 25,000 કરોડના કૌભાંડની અરજી સાથે પોસ્ટ મૂકીને તેમણે રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જૂન -2023માં થયેલી આદિવાસી એકતા મંચના નામે થયેલી ફરિયાદની નકલો મૂકીને પોસ્ટ કરતા હડકંપ મચી ગઇ છે.

Nitin Patel Scam : હાલમાં ગુજરાતની રાજનીતિ ગરમ છે. કડી તથા વિસાવદરની પેટા ચૂંટણીનાં પગલે તમામ પક્ષો પોતપોતાનો પ્રચાર કરી રહ્યા છે. તેવામાં રાજકીય પક્ષો હવે એક બીજાનાં નેતાઓ પર પણ ગંભીર આક્ષેપ કરી રહ્યા છે. અત્યાર સુધી રાજનીતિ માત્ર વિસાવદરમાં જ ગરમ હતી જો કે હવે તો કડીમાં પણ રાજનીતિમાં જમાવટ થઇ રહી છે. ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ વિરુદ્ધ ફેસબુકમાં પોસ્ટ વાયરલ થઇ રહી છે. જેમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ફેસબુકમાં પોસ્ટ મુકીને ગંભીર આક્ષેપો લગાવ્યા છે.

નીતિન પટેલ પર કોંગ્રેસ નેતાના ગંભીર આક્ષેપ

નીતિન પટેલના કથિત 25,000 કરોડના કૌભાંડની અરજી સાથે પોસ્ટ મૂકીને તેમણે રાજનીતિમાં ગરમાવો લાવી દીધો છે. જૂન -2023માં થયેલી આદિવાસી એકતા મંચના નામે થયેલી ફરિયાદની નકલો મૂકીને પોસ્ટ કરતા હડકંપ મચી ગઇ છે. કરોડોના કૌભાંડોની પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. બળદેવજી ઠાકોરે જમીન મુદ્દે નીતિન પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે.

આ પણ વાંચો : VIDEO: ગૃહમંત્રી અમિત શાહ સામે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા અંજલીબેન, HMએ આપી હૈયાધારણા

નીતિન પટેલે માત્ર ધમકી આપી સંતોષ માન્યો

જો કે નીતિન પટેલ પણ તેમ ગાઝ્યા જાય તેમ નથી. બળદેવજી ઠાકોર સામે નીતિન પટેલે પણ હવે મોર્ચો માંડ્યો હતો. જેના પગલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે નીતિન પટેલ વિરુદ્ધ ફરી એકવાર સોશિયલ મીડિયાથી હટીને જાહેર સભામાં નિવેદન આપ્યું હતું. જાહેરસભામાં બળદેવજી ઠાકોરે નીતિન પટેલની ઝાટકણી કાઢી હતી. બળદેવજી ઠાકોરે જમીનો મુદ્દે નીતિન પટેલ સામે આક્ષેપો કર્યા હતા. બળદેવજી ઠાકોરના આક્ષેપો સામે નીતિન પટેલે આક્ષેપો કર્યા હતા. સામસામે આક્ષેપ બાજી બાદ બળદેવજી ઠાકોરે એ પોસ્ટ મૂકી હતી.

બળદેવજી ઠાકોર આક્રામક

સોશ્યલ મીડિયામાં ફેસબુક ઉપર બળદેવજી એ પોસ્ટ મૂકી હતી. નીતિન પટેલ ના 25,000 કરોડ ના કૌભાંડની અરજીની નકલો સાથે પોસ્ટ મૂકી હતી. જૂન -2023 માં થયેલી આદિવાસી એકતા મંચના નામે થયેલી ફરિયાદ ની નકલો મૂકી હતી. કરોડોના કૌભાંડોની પોસ્ટ સોશ્યલ મીડિયા મુકતા મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kadi Assembly by-election Gujarat Assembly by-election Nitin Patel Scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ