ગુજરાતમાં આજે નવા મુખ્યમંત્રીની ભાજપ દ્વારા પસંદગી કરવાની છે ત્યારે નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે.
ગુજરાતમાં રૂપાણીનાં રાજીનામાં બાદ પહેલી વાર નીતિન પટેલનું મોટું નિવેદન
આગામી સવા વર્ષે ખૂબ ચેલેન્જિંગ, બધાને સાથે લઈને ચાલી શકે તેવા ચહેરાની CM તરીકે પસંદ કરાશે : નીતિન પટેલ
મીડિયામાં ઘણા બધા નામો ચાલે છે, પણ રાષ્ટ્રીય નેતૃત્વ જે નક્કી કરશે તે અમે માનીશું : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે ગઇકાલે વિજય રૂપાણીનાં રાજીનામાં બાદ રાજ્યનાં પ્રદેશ અધ્યક્ષ તથા અન્ય નેતાઓએ બેઠક પણ કરી છે. રાજ્યનાં જે પણ નિરીક્ષકો પણ અહિયાં આવ્યા છે અને તેમની હાજરીમાં આજે બેઠક બોલાવવામાં આવી છે. નીતિન પટેલે કહ્યું કે રાજ્યનાં પ્રદેશ પ્રમુખ પાટીલે આજે જ ધારાસભ્યોની બેઠક બોલાવી છે, રાજ્યનાં રાષ્ટ્રીય નેતૃત્વનાં માર્ગદર્શન પ્રમાણે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી છે. ભૂપેન્દ્ર યાદવ અને બીએલ સંતોષ સહિતનાં નેતાઓ અહિયાં આવેલ છે અને ધારાસભ્યો સાથે જે ચર્ચા વિચારણા થાય તે બાદ નિર્ણય લેવામાં આવશે.
મીડિયામાં ઘણા બધા નામો ચાલે છે : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે નિરીક્ષકોએ પોતાનું કામ શરૂ કરી દીધું છે અને નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. PM મોદી, અમિત શાહ અને નડ્ડા જે યોગ્ય નિર્ણય લેશે અને તે બાદ જાહેરાત કરવામાં આવશે અને આ જ ભાજપની પ્રણાલી છે. નીતિન પટેલે પોતાનું નામ આગળ ચાલી રહ્યા હોવાના સવાલ પર કહ્યું કે સીએમ માટે કોઈ જ રેસ હોતી નથી, ધારાસભ્ય તરીકે મારુ નામ મીડિયામાં ચાલી રહ્યા છે અને મીડિયાને અનુમાનો લગાવવાના અધિકાર છે.
લોકપ્રિય ચહેરાને સીએમ બનાવાશે : નીતિન પટેલ
નીતિન પટેલે વધુમાં કહ્યું હતું કે રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા ગુજરાતનાં નવા CM માટે જે સૂચનો આવશે તેના આધારે નિર્ણય લેવામાં આવશે. નીતિન પટેલે કહ્યું કે એવા વ્યક્તિની જ મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવશે જે બધાને સાથે લઈને ચાલી શકે અને આખું ગુજરાત જેને ઓળખતું હોય તેને CM બનાવવામાં આવશે. મોદી સાહેબનાં નેતૃત્વમાં ગુજરાતને પ્રબળ નેતૃત્વ પ્રાપ્ત, બધાને ગમતા લોકપ્રિય ચહેરાની પસંદગી પાર્ટી કરશે.
જનતાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મેન્ડેટ આપ્યો છે : નીતિન પટેલ
ગુજરાતની જનતાએ તાજેતરમાં એક મેન્ડેન્ટ આપી દીધો, આગામી સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેને જીતવા માટે જે કામ કરવા પડે, દલિતો-OBCને સાથે રાખી કામ કરી શકે તેવું નેતૃત્વ આવશે : નીતિન પટેલ
આગામી સવા વર્ષ ખૂબ જ પડકારજનક : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે આગામી સવા વર્ષ ખૂબ જ પડકારજનક રહેવાનું છે તેથી તેવું કરી શકે તેવા લોકપ્રિય CM આવે તેવું પાર્ટી કરી શકે છે. સવા વર્ષમાં કામ સહેલું નથી રહેવાનું, ભાજપને વધુ મજબૂત કરી બધાને સાથે લઈને કામ કરવું પડશે, બધુ જ કામ નવી સરકારે કરવાનું રહેશે.
વિજય રૂપાણીએ કેમ રાજીનામું આપ્યું તેના પર કોઈ ટિપ્પણી કરવી નથી : નીતિન પટેલ
નીતિન પટેલે કહ્યું હતું કે વિજય રૂપાણીએ કેમ રાજીનામું આપ્યું તે વિશે ટીકા ટિપ્પણી કરવી એ મારા માટે યોગ્ય નથી.
બધા જ સીએમ સાથે કરવાની મને તક મળી છે : નીતિન પટેલ
નીતિન પટેલે પોતાના વિશે કહ્યું હતું કે CMમાં કોઈ રેસ નથી, હું એક ધારાસભ્ય છું, નાયબ મુખ્યમંત્રી છું, હું 1990થી પાંચ વર્ષ છોડી બાકીના સતત દરમિયાન ધારાસભ્ય રહ્યો છું, બધા CM સાથે કામ કરવાની મને તક મળી છે, મારુ નામ ચાલે તે તમારું અનુમાન છે.