બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / PCBને લપડાક! ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો દિગ્ગજ ભારતીય એમ્પાયરનો ઈન્કાર, શ્રીનાથ પણ નહીં

ચેમ્પિયન્સ ટ્રોફી / PCBને લપડાક! ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો દિગ્ગજ ભારતીય એમ્પાયરનો ઈન્કાર, શ્રીનાથ પણ નહીં

Last Updated: 05:13 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને એક મોટો ઝટકો લાગ્યો છે.

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા પાકિસ્તાનને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ICC પેનલમાં સમાવિષ્ટ એકમાત્ર ભારતીય એમ્પાયર નીતિન મેમને ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ઈન્કાર કરી દીધો છે.

શું આપ્યું કારણ

નીતિન મેનને અંગત કારણોસર પાકિસ્તાનમાં જવાનો ઈન્કાર કરી દીધો છે.

જવાગલ શ્રીનાથ પણ આઉટ

ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર અને ખૂબ જ અનુભવી ICC મેચ રેફરી જવાગલ શ્રીનાથ પણ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા છે. તેમને પણ મેચ રેફરીની પેનલમાં તક મળી નથી. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ડેવિડ બૂન, એન્ડ્રુ પાયક્રોફ્ટ અને રંજન મદુગલે મેચ રેફરી રહેશે.

નીતિન મેનન અને જવાગલ શ્રીનાથનો અનુભવ

નીતિન મેનન 40 ટેસ્ટ મેચોમાં અમ્પાયરિંગ કરી ચૂક્યા છે, જેમાં તેઓ ૩૦ વખત ફિલ્ડ અમ્પાયર અને 10 વખત ટીવી અમ્પાયર રહ્યા છે. તેમણે 75 ODI મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. જ્યારે T20 માં પણ તેમણે 75 મેચોમાં અમ્પાયરિંગ કર્યું છે. તેમણે 13 મહિલા ટી૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાં અમ્પાયરિંગ પણ કર્યું છે. જવાગલ શ્રીનાથની મેચ રેફરી તરીકેની કારકિર્દી લાંબી છે. આ દિગ્ગજ ખેલાડી 79 ટેસ્ટ અને 272 વનડેમાં મેચ રેફરી રહી ચૂક્યા છે. આ ઉપરાંત, તેણે ૧૩૬ ટી-૨૦ મેચોમાં પણ આ સિદ્ધિ મેળવી છે. તાજેતરમાં, શ્રીનાથ ત્યારે વિવાદમાં આવ્યા જ્યારે તેમણે ઇંગ્લેન્ડ સામે પુણે T20 માં ભારતીય ટીમમાં અવેજી ખેલાડીઓ આપવાના નિર્ણયને મંજૂરી આપી. શિવમ દુબે ઘાયલ થયા પછી, શ્રીનાથે હર્ષિત રાણાને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે રમવાની મંજૂરી આપી, જેના કારણે ઘણો વિવાદ થયો.

સંકળાયેલા મુદ્દાઓ

Champions Trophy Champions Trophy 2025 Champions Trophy 2025 news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ