બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:28 PM, 16 January 2025
કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી જે ઝડપે દેશમાં હાઇવે અને એક્સપ્રેસવેના નિર્માણ પર જોર આપી રહ્યા છે તેમનું એટલું જ ફોકસ રસ્તાઓની સુરક્ષાને લઈને પણ છે. તાજેતરમાં જ તેમને રોડ એક્સિડેન્ટ પીડિતો માટે કેશલેશ ટ્રીટમેન્ટની જાહેરાત કરી છે ત્યારે બીજી બાજુ રોડ અકસ્માતમાં ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવા માટે 25 હજાર રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી સડક સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે તેમણે કહ્યું ખરાબ રસ્તા બનાવનાર માટે બિનજામીનપાત્ર ગુનો બનાવવામાં આવવો જોઈએ.
ADVERTISEMENT
કોન્ટ્રાક્ટરો અને એન્જિનિયરોને સ્પષ્ટ સંદેશ
ADVERTISEMENT
તેમણે કહ્યું છે કે કોન્ટ્રાકટરો અને એન્જિનિયરોને દુર્ઘટનાઓ માટે જવાબદાર ઠારવવા જોઈએ અને તેમને જેલ મોકલવા જોઈએ. તેમણે કહ્યું કે રોડ અકસ્માતમાં ભારત દુનિયામાં પહેલા નંબર પર છે.
રોડ અકસ્માતમાં ભારત પહેલા નંબરે
ઉદ્યોગ નિકાય ભારતીય ઉદ્યોગ પરિસંઘ(CII) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતા ગડકરીએ કહ્યું કે ભારત દુનિયામાં માર્ગ દુર્ઘટનામાં પહેલા સ્થાને છે. તેમણે કહ્યું, દોષપૂર્ણ રસ્તાના નિર્માણને બિનજામીનપાત્ર પાત્ર ગુનો બનાવવો જોઈએ અને રોડ કોન્ટ્રાક્ટરો, કન્સેશનિયર્સ અને એન્જિનિયરોને અકસ્માતો માટે જવાબદાર ઠેરવીને જેલમાં મોકલવા જોઈએ.
2030 સુધી માર્ગ અકસ્માતમાં થતો મૃત્યુઆંક અડધો કરવાનો લક્ષ્ય
માર્ગ પરિવહન એવં રાજમાર્ગ મંત્રાલયનું લક્ષ્ય 2030 સુધી માર્ગ દુર્ઘટનાઓમાં જ થતાં મૃત્યુ દરને ઘટાડીને અડધો કરવાનું છે. મંત્રાલયના આંકડા અનુસાર, 2023 માં દેશમાં પાંચ લાખ માર્ગ અકસ્માત થયા, જેમાં 1,72,000 લોકોના મોત થયા છે. ગડકરીએ કહ્યું, 'આમાંથી 66.4% એટલે 1,14,000 લોકો 18-25 વર્ષના હતા, જ્યારે 10000 બાળકો હતા.
વધુ વાંચો: જાણવા જેવું! મહાકુંભમાં કેવી રીતે થાય છે વસ્તી ગણતરી? આ સિસ્ટમના અંદાજાનો છે કમાલ
માર્ગ અકસ્માતનું કારણ
તેમણે જણાવ્યું કે 55,000 લોકોનું મોત હેલમેટ ન પહેરવાના કારણ અને 30,000 લોકોના મોત સીટ બેલ્ટ ન જોવાના કારણે થયા. ગડકરીએ એ પણ કહ્યું કે રાજમાર્ગ મંત્રાલય, રાજમાર્ગો પર બ્લેક સ્પોટને યોગ્ય કરવા માટે 40,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરી રહ્યું છે. ગડકરીએ દેશમાં ડ્રાઇવરોની તીવ્ર અછતને પહોંચી વળવા માટે તાલીમ અને ફિટનેસ સેન્ટરો સ્થાપવા માટે ઉદ્યોગ અને અન્ય સંબંધિત સંસ્થાઓને સરકાર સાથે ભાગીદારી કરવા વિનંતી કરી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.