કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ગયા બે મહિનાઓમાં ઈલેક્ટ્રોનિક સ્કૂરમાં લાગેલી આગ સાથે જોડાયેલ ઘણી ઘટનાઓને લઈને ઘણા ટ્વીટ કર્યા છે. જુઓ તેઓ શું કહે છે.
ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં લાગતી આગને લઈને નીતિન ગડકરીએ કર્યા ટ્વીટ
એક્સપર્ટ કમિટી આ દુર્ઘટનાઓની તપાસ કરશે - નીતિન ગડકરી
સરકાર દરેક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે - નીતિન ગડકરી
ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં લાગતી આગને લઈને નીતિન ગડકરીએ કર્યા ટ્વીટ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુરુવારે ગયા બે મહિનાઓમાં ઈલેક્ટ્રોનિક સ્કૂરમાં લાગેલી આગ સાથે જોડાયેલ ઘણી ઘટનાઓ વિષે વાત કરતા કહ્યું કે એક એક્સપર્ટ કમિટી આ દુર્ઘટનાઓની તપાસ કરશે. આ સાથે જ તેમણે દંડની પણ વાત કરી. તેમણે એકસાથે ઘણા ટ્વીટ કરીને લખ્યું છે કે ગયા બે મહિનાઓમાં ઇલેક્ટ્રિક ટૂ વેહીકલ્સ સાથે જોડાયેલ ઘણા અકસ્માતો સામે આવ્યા છે. આ દુર્ભાગ્યપૂર્ણ છે કે આમાં અમુક લોકોનો જીવ પણ ગયો છે ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.
Several mishaps involving Electric Two Wheelers have come to light in last two months. It is most unfortunate that some people have lost their lives and several have been injured in these incidents.
એક્સપર્ટ કમિટી આ દુર્ઘટનાઓની તપાસ કરશે - નીતિન ગડકરી
ગડકરીએ કહ્યું કે અમે આ ઘટનાઓની તપાસ અને સુધારાત્મક પગલાઓ પર ભલામણો માટે એક એક્સપર્ટ કમિટી બનાવી છે.
નીતિન ગડકરી ઇલેક્ટ્રિક વાહનો માટે નવા ગુણવત્તા કેન્દ્રિત દિશાનિર્દેશનો માટે પણ વચન આપ્યું છે. તેમણે લખ્યું છે કે રિપોર્ટનાં આધાર પર, અમે ભૂલ કરનાર કંપનીઓને જરૂર આદેશ જાહેર કરીશું. અમે જલ્દી જ ઇલેક્ટ્રિક વાહનો માટે ગુણવત્તા કેન્દ્રિત દિશાનિર્દેશનો પણ જાહેર કરીશું. જો કોઈ કંપની પોતાની પ્રક્રિયાઓમાં બેદરકારી દર્શાવે છે, તો તેમણે ભારે દંડ ચૂકવવો પડશે અને ખરાબ વાહનોને પાછા લઇ લેવાનો પણ આદેશ આપવામાં આવશે.
If any company is found negligent in their processes, a heavy penalty will be imposed and a recall of all defective vehicles will also be ordered.
Meanwhile companies may take advance action to Recall all defective batches of vehicles immediately. Under the leadership of PM Shri @narendramodi ji, our government is committed to ensure safety of each and every commuter.
સરકાર દરેક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે - નીતિન ગડકરી
તેમણે આગળ કહ્યું કે સરકાર યાત્રીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે અને કંપનીઓને અ મામલામાં સક્રિય કાર્યવાહી કરવાનો પણ આગ્રહ કરવામાં આવ્યો છે. તેમણે ટ્વીટ કરતા કહ્યું કે આ દરમિયાન કંપનીઓ બધા જ ખરાબ વાહનોને પાછા લેવા માટે કાર્યવાહી કરી શકે છે. મોદીજીનાં નેતૃત્વમાં અમારી સરકાર દરેક યાત્રીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બાધ્ય છે.