બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / nitin gadkari threat again National Threat Union Minister Nitin Gadkari Bengaluru girls number

ઉડાવી દેવાની ધમકી / કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરી ધમકી મળતા ખળભળાટ, પોલીસ તંત્ર દોડતું થયું

Pravin Joshi

Last Updated: 08:14 PM, 21 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરી એકવાર ધમકી મળી છે. ફોન કરનારે તેમના ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી જણાવ્યું છે.

  • કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરી એકવાર મળી ધમકી  
  • કેન્દ્રીય મંત્રીને ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી 
  • ગત વખતે ધમકી આપનારે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા


કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ફરી એકવાર ધમકી મળી છે. ફોન કરનારે તેમના ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી. પોલીસના જણાવ્યા અનુસાર ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી જણાવ્યું છે. તેણે કહ્યું છે કે ગત વખતે તેણે 100 કરોડ રૂપિયા માંગ્યા હતા. પરંતુ આ વખતે કેન્દ્રીય મંત્રીએ ઓછામાં ઓછા 10 કરોડ રૂપિયા આપવા પડશે. પશ્ચિમ નાગપુર વિસ્તારના ખામલા સ્થિત નીતિન ગડકરીની ઓફિસે આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ પછી નાગપુર પોલીસે મામલાની તપાસ શરૂ કરી છે.

બેંગલુરુ યુવતીના નંબર પરથી મળી ધમકી

પોલીસના જણાવ્યા અનુસાર આ કોલ ગડકરીની ખામલા ઓફિસમાં આવ્યો હતો. ફોન કરનારે આ વખતે ગડકરીને બદલે ગડકરીના ઘર અને ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી છે. આ કોલ માટે જે નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે બેંગ્લોરની યુવતીનો છે. યુવતી ઈવેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં કામ કરે છે અને તેનો મિત્ર જેલમાં છે. હવે પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે આ ફોન કોલ્સ કોણે કર્યા હતા. ગડકરીની ખામલા ઓફિસમાં બેઠેલા એડિશનલ પ્રાઈવેટ સેક્રેટરીએ કહ્યું કે મંગળવારે અમને બે ધમકીભર્યા ફોન આવ્યા હતા. તેમણે કહ્યું કે કેન્દ્રીય મંત્રી હાલમાં સંસદ સત્રમાં ભાગ લેવા માટે દિલ્હીમાં છે. અમને ધમકીના કોલ મળતા જ અમે સ્થાનિક પોલીસમાં કેસ નોંધ્યો છે. 

જાન્યુઆરીમાં મળી હતી ધમકીઓ 

આ વર્ષે જાન્યુઆરીમાં નીતિન ગડકરીના નિવાસસ્થાન અને ઓફિસ પર આવા જ ધમકીભર્યા કોલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ફોન કરનારે પોતાને દાઉદ ઈબ્રાહિમ ગેંગના સભ્ય તરીકે ઓળખાવ્યો અને 100 કરોડ રૂપિયાની માંગણી કરી. 14 જાન્યુઆરીના રોજ, 11.25 અને 12.30 ની વચ્ચે ગડકરીના જનસંપર્ક કાર્યાલયના લેન્ડલાઇન નંબર પર આ કૉલ્સ કરવામાં આવ્યા હતા. આ પછી નાગપુરના સાંસદના ઘર અને ઓફિસની સુરક્ષા વધારી દેવામાં આવી હતી. તે સમયે ફોન કરનારે પોતાનું નામ જયેશ પૂજારી હોવાનું જણાવ્યું હતું. તેમણે ગડકરીને જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. કેસની તપાસમાં જાણવા મળ્યું કે ફોન કરનાર હિંદલગા જેલમાં કેદી હતો. ભૂતકાળમાં તેને હત્યાના કેસમાં પણ કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ ફોન કોલ જેલમાંથી જ કરવામાં આવ્યો હતો. 

નીતિન ગડકરીની  સુરક્ષા વધારવામાં આવી 

જણાવી દઈએ કે નીતિન ગડકરીની સુરક્ષા પહેલાથી જ Z પ્લસ કરી દેવામાં આવી છે. ધમકીભર્યા કોલને લઈને નાગપુર પોલીસ એક્શનમાં આવી ગઈ છે. ઝોનલ ડેપ્યુટી પોલીસ કમિશનર રાહુલ મદને અને વરિષ્ઠ અધિકારીઓને માહિતી મળતા જ ઘટનાસ્થળે દોડી ગયા હતા. મદનેએ કહ્યું કે અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ સાથે સુરક્ષાને લઈને તમામ સાવચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. સાથે જ પોલીસે આ કેસમાં સાયબર સેલની તંત્રને સક્રિય કરી દીધી છે. અન્ય એક કેસમાં નાગપુર પોલીસે મંગળવારે એક વ્યક્તિની ધરપકડ કરી હતી. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ગડકરીને નિશાન બનાવીને કેટલીક પોસ્ટ કરી હતી. નાગપુર પોલીસના સાયબર સેલે આ મામલે કેસ નોંધ્યો છે. આરોપીનું નામ દત્તાત્રેય જોશી તરીકે દર્શાવવામાં આવ્યું છે, જેણે કેન્દ્રીય મંત્રીને નિશાન બનાવીને પોસ્ટ કરી હતી અને જે વોટ્સએપ પર ફરતી થઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ