Team VTV11:54 AM, 10 May 22
| Updated: 11:55 AM, 10 May 22
જો કોઈ જગ્યાએ પુલ ધડામ દઈને નીચે પડે અને તેની પાછળ ભારે પવનને જવાબદાર ગણવામાં આવે તો, આપ પણ બે ઘડી વિચારવા લાગશો.
બિહારમાં બની રહી છે અજીબોગરીબ ઘટના
ભારે પવનના કારણે પુલ પડી ગયો હોવાનો કર્યો દાવો
નીતિન ગડકરીને નવાઈ લાગી
જો કોઈ જગ્યાએ પુલ ધડામ દઈને નીચે પડે અને તેની પાછળ ભારે પવનને જવાબદાર ગણવામાં આવે તો, આપ પણ બે ઘડી વિચારવા લાગશો. કંઈક આવું જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સાથે થયું છે. કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બિહારના સુલ્તાનગંજમાં એક નિર્માણાધીન પુલનો ભાગ ભારે હવાના કારણે પડી ગયો હોવાનું જણાવી એક વરિષ્ઠ IAS અધિકારીના નિવેદન પર આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ગત 29 એપ્રિલે સુલ્તાનગંજમાં ગંગા નદી પર બની રહેલા એક પુલનો અડધો ભાગ નીચે પડ્યો હતો. જો કે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
નીતિન ગડકરીએ કહી આ વાત
ગડકરીએ કહ્યું કે, બિહારમાં 29 એપ્રિલે એક પુલ પડી ગયો હતો. પોતાના સચિવને તેની પાછળનું કારણ પુછ્યું તો, એવો જવાબ મળ્યો કે, ભારે પવનના કારણે આવું થયું હતું. કેન્દ્રીય મંત્રીએ આશ્ચર્ય થતાં કહ્યું કે, એક આઈએએસ અધિકારી આ પ્રકારના ખુલાસાથી કેવી રીતે વિશ્વાસ કરી શકે ? ગડકરીએ કહ્યું કે, હું સમજી નથી શકતો કે, ભારે પવન અને ડમરીના કારણે પુલ કેવી રીતે પડી જાય ? જરૂર કોઈ ભૂલ થઈ હશે આ પુલ પાડવામાં ?
2014માં પુલનું કામ શરૂ થયું હતું
આ કાર્યક્રમ દરમિયાન મંત્રીએ ગુણવત્તાને નજર અંદાજ કરીને ઓછા ખર્ચે પુલ બનાવવા પર ભાર આપ્યો હશે. બિહારમાં સુલ્તાનગંજથી અગુઆની ઘાટની વચ્ચે આ પુલ બનાવાનું કામ 2014માં શરૂ થયું હતું. જોકે, આ પુલ બનીને 2019માં તૈયાર થઈ જવાનો હતો, પણ હજૂ સુધી તે પુરો થઈ શક્યો નથી.