કોરોનાકાળમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો
વધતા ભાવનો વિકલ્પ થઈ રહ્યો છે તૈયાર
60-65 રૂપિયા પ્રતિ લિટર મળશે
કોરોના કાળમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસના ખીસ્સા પર ભારણ વધારી રહી છે. આ વચ્ચે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું એક નિવેદન સામે આવ્યું છે.
નીતિન ગડકરીએ કહ્યું કે ટૂંક સમયમાં જ અમે લોકો પેટ્રોલ પંપ પર ઈથેનોલની સુવિધા આપીશુ, જે પેટ્રોલ-ડીઝલથી ઓછા ભાવમાં ઉપલબ્ધ રહેશે.
ફક્ત 60-65 રૂપિયામાં મળી રહેશે
નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલની કિંમતો વધી રહી છે. લોકો પેટ્રોલની વધતી કિંમતોને લઈને આંદોલન કરી રહ્યા છે. એવામાં આપણે આવનાર દિવસોમાં સુવિધા આપીશું કે પેટ્રોલ પંપ પર ઈથેનોલ મળી શકે. જેથી લોકો પાસે ઓપ્શન ઉપલબ્ધ રહે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે પેટ્રોલ જો 100 રૂપિયાથી વધુ છે તો ઈથેનોલ ગ્રાહકોને ફક્ત 60-65 રૂપિયા લીટર મળશે. ગ્રીન ફ્યુઝથી પ્રદૂષણમાં ઘટાડો થઈ જશે.
સતત વધી રહ્યા છે પેટ્રોલ ડિઝલના ભાવ
તમને જણાવી દઈએ કે પેટ્રોલ અને ડીઝલની કિંમતો લાંબા સમયથી વધતી જઈ રહી છે. સોમવારે પણ પેટ્રોલની કિંમતોમાં વધારો થયો. 12 જુલાઈએ નવી દિલ્હીમાં પેટ્રોલના ભાવ 101.19 પ્રતિ લીટરએ પહોંચી ગયા છે.