કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આવતા 2 વર્ષમાં પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમત બરાબર કરવાનો દાવો કર્યો છે.
ઈલેક્ટ્રિક વાહનોને લઈને મોટી જાહેરાત
નીતિન પટેલે કર્યો દાવો
આવનાર 2 વર્ષમાં બન્નેની કિંમતો હશે સમાન
જો તમે ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવા માંગો છો અને કિંમતના કારણે તેને ખરીદવાનું ટાળી રહ્યા છો તો તમારા માટે આ મહત્વની ખબર છે. કેન્દ્રીય પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ આવતા 2 વર્ષમાં પેટ્રોલ અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમત બરાબર કરવાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે બે વર્ષ બાદ પેટ્રોલ અને ઈલેક્ટ્રિક ગાડીઓ એક જ કિંમત પર વેચાવવાનું શરૂ થઈ જશે. સસ્ટેનેબિલિટી ફાઉન્ડેશન નામની સંસ્થાની તરફથી આયોજીત વેબિનારમાં ગડકરીએ જણાવ્યું હતું કે ઈલેક્ટ્રિક વાહનોનું જીએસટી ફક્ત 5 ટકા છે. જ્યારે પેટ્રોલ વાહનો પર તે ખૂબ જ વધારે છે.
ગડકરીએ જણાવ્યું કે ઈલેક્ટ્રિક વાહનોમાં સૌથી વઘારે કિંમત લિથિયમ બેટરીની હોય છે. તેને જલ્દી ઓછી કરવાાનો પ્રયત્ન કરવામાં આવશે. આમ થવા પર કિંમતોમાં ઘટાડો થશે અને પેટ્રોલ વાહનોના બરાબર જ ઈલેક્ટ્રિક ગાડીઓ પણ મળી શકશે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે લિથિયમ બેટરીની કુલ જરૂરીયાતના 81 ટકા ઉત્પાદન સ્થાનીક સ્તર પર જ કરવામાં આવી રહ્યું છે. તેમણે જણાવ્યું કે તેમના વિકલ્પને લઈને પણ રિસર્ચ કરવામાં આવી શકે છે અને જલ્દી જ આ દિશામાં કોઈ સુધારો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે મારું સપનુ છે કે ભારત ઈલેક્ટ્રિક વાહનોનું હબ બને. તેમણે કહ્યું કે માટે મે મર્સિડીઝ અને BMWને આમંત્રિત કર્યા છે.
માર્ગોના કિનારે બની રહ્યા છે ચાર્જીંગ પોઈન્ટ્સ
નીતિન ગડકરીએ કહ્યું કે અમે 2 વ્હીલરના મામલામાં લીડ લીધી છે. ભારતની બજાજ અને હીરો જેવી કંપનીઓ પોતાના ઈલેક્ટ્રિક ટૂવીલર્સને એક્સપોર્ટ પણ કરી રહ્યા છે. ઈલેક્ટ્રિક વાહનોના ચાર્જીંગ પોઈન્ટ્સની કુંમતના સવાલ પર તેમણે કહ્યું કે આવનાર બે વર્ષમાં દેશભરમાં તેમની સંખ્યામાં કોઈ વધારો નથી થયો. તેમણે કહ્યું કે રોડના કિનારે અને માર્કેટ વાળા વિસ્તારોમાં હાલ 350 સ્થાનો પર ચાર્જિંગ પોઈન્ટ્સ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. તે ઉપરાંત પેટ્રોલ પંપોને પણ પરમિશન આપવામાં આવી રહી છે કે તે ઈલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ પોઈન્ટ્સ લગાવી શકે.
ગડકરીએ જણાવ્યો ઈલેક્ટ્રિક વાહનોને લઈને પોતાનો 'પ્લાન 2030'
તેમણે જણાવ્યું કે ભારતમાં મોટી સંખ્યામાં એવા લોકો પણ છે. જેમની પાસે ઈલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરવા માટે પોતાના પોઈન્ટ્સ છે. નીતિન ગડકરીએ કહ્યું કે દેશમાં ઈલેક્ટ્રિક વાહન ઈન્ડસ્ટ્રી ઝડપથી વધી રહી છે અને આવનાર દિવસોમાં કિંમતોમાં ઘટાડાના કારણે ઉપયોગમાં વધારો જોવા મળશે. તેમણે કહ્યું કે અમારો લક્ષ્ય છે કે 2030 સુધી 30 ટકા પ્રાઈવેટ કાર, 70 ટકા કોમર્શિયલ કાર અને 40 ટકા બસો ઈલેક્ટ્રિક થઈ જાય.