માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે, આવનારા 6 મહિનામાં વાહન ઉત્પાદન કંપનીઓ ફ્લેક્સ ફ્યુઅલ (Flex Fuel) એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે. આ વાહન ઇથેનોલ (Ethanol) પર ચાલી શકશે. પેટ્રોલમાં ભેળવતા Ethanol Blended Fuel બને છે કે જે ખૂબ સસ્તું પડે છે.
ટૂંક સમયમાં આવશે Flex Fuel Vehicles
નીતિન ગડકરીએ આપ્યું આ નિવેદન
પેટ્રોલથી ખૂબ સસ્તું છે Ethanol
કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ શનિવારે જણાવ્યું હતું કે, ઓટોમોબાઈલ કંપનીઓના ટોચના અધિકારીઓએ તેઓને વચન આપ્યું કે, તેઓ છ મહિનાની અંદર ફ્લેક્સ ફ્યુઅલ વાહનોનું ઉત્પાદન શરૂ કરશે. ગડકરીએ 'ET ગ્લોબલ બિઝનેસ સમિટ' ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધતા કહ્યું કે, સરકાર સાર્વજનિક પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતો દ્વારા ચલાવવાની યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ ભેળવવામાં આવે છે જેનાથી આમિશ્રિત ઇંધણ બને છે અને તે સામાન્ય પેટ્રોલની તુલનામાં લગભગ અડધી કિંમતે ઉપલબ્ધ છે.
વાહનો 100% ઇથેનોલ પર ચાલશે
તેઓએ જણાવ્યું કે, “આ અઠવાડિયે, મે તમામ મોટી ઓટોમોબાઈલ કંપનીઓના પ્રબંધ નિર્દેશકો અને SIAMનાં પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. તેઓએ મને વચન આપ્યું હતું કે, તેઓ એવાં વાહનો માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરશે, જે એકથી વધારે ઇંધણથી ચાલી શકે છે." કેન્દ્રીય મંત્રી ગડકરીના જણાવ્યાં અનુસાર, ટૂંક સમયમાં જ ભારતમાં મોટા ભાગના વાહનો 100 ટકા ઇથેનોલ પર ચાલશે. વધુમાં એમ પણ કહ્યું કે, સરકાર ગ્રીન હાઇડ્રોજન અને અન્ય વૈકલ્પિક ઇંધણના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કામ કરી રહી છે.
મિશ્રણમાંથી તૈયાર એક વૈકલ્પિક ઇંધણ
ફ્લેક્સ-ઇંધણ એ ગેસોલિન અને મિથેનોલ અથવા તો ઇથેનોલના મિશ્રણમાંથી તૈયાર કરાયેલ વૈકલ્પિક ઇંધણ છે. તેઓએ કહ્યું કે, ટીવીએસ મોટર અને બજાજ ઓટો જેવી કંપનીઓએ ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર માટે ફ્લેક્સ-ફ્યુઅલ એન્જિનનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. એટલું જ નહીં કેન્દ્રીય મંત્રીએ કોન્ફરન્સમાં વધુમાં કહ્યું કે, સરકાર જાહેર પરિવહનને 100 ટકા સ્વચ્છ ઉર્જા સ્ત્રોતમાં રૂપાંતરિત કરવાની સ્કી યોજના પર કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, હાલમાં મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ ઉપલબ્ધ છે, જેની કિંમત 70 રૂપિયા પ્રતિ લીટરથી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.