2022 સુધીમાં ગંગા થઇ જશે સ્વચ્છઃ નીતિન ગડકરી

By : admin 11:58 AM, 07 December 2018 | Updated : 11:59 AM, 07 December 2018
મુંબઇઃ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, માર્ચનાં અંતિમ સમય સુધી ગંગા નદી 70-80 ટકા સુધી સંપૂર્ણ સાફ થઇ જશે. ગડકરીએ કહ્યું કે, રાજ્યોની સાથે મળીને રાષ્ટ્રીય ગંગા સ્વચ્છતા મિશન અંતર્ગત પવિત્ર નદીની સફાઇ પર અંદાજે 26,000 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવી રહેલ છે.

ગડકરીએ ગુરૂવારનાં રોજ 'ઇન્ડિયા ઇન્સ્પાયર્સઃ રિડિફાઇનિંનગ ધ પોલિટિક્સ ઓફ ડિલિવરેંસ'નાં વિમોચનનાં મોકા પર કહ્યું કે, માર્ચનાં અંતિમ સુધી ગંગા 70થી 80 ટકા સુધી સાફ થઇ જશે.મને લાગે છે કે માર્ચ, 2020 સુધી નદી સંપૂર્ણ રીતે સાફ થઇ જશે. બીજા તબક્કામાં જીડીપી વૃદ્ધિ દરમાં ઘટાડા પર મંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી અર્થવ્યવસ્થાનો સવાલ છે તો દુનિયાભરમાં આર્થિક વૃદ્ધિનાં મામલે આપણે હવે સૌથી આગળ છીએ.Recent Story

Popular Story