નીતિન ગડકરીએ પુણેના સિંહગઢ ખાતે એક ચેરિટેબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું. જ્યાં તેમણે ઉદ્યોગપતિ રતન ટાટા સાથે બનેલો એક જૂનો કિસ્સો શેર કર્યો.
નીતિન ગડકરીએ પુણેના સિંહગઢમાં એક ચેરિટેબલ હોસ્પિટલનું કર્યું ઉદ્ઘાટન
ચેરિટેબલ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે એક જૂનો કિસ્સો યાદ કર્યો હતો
એક સમયે ટાટાએ એમને પૂછ્યું હતું કે, 'શું આ હોસ્પિટલ માત્ર હિંદુ સમુદાયના લોકો માટે જ છે?'
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પુણેના સિંહગઢ વિસ્તારમાં એક ચેરિટેબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. જ્યાં તેઓએ જણાવ્યું હતું કે, 'એક વખતે મને રતન ટાટાએ એવું પૂછ્યું હતું કે, શું હોસ્પિટલ હિન્દુઓ માટે જ છે?' ત્યારે તેઓ એક ચોંકી જતા તેમને જવાબ આપ્યો હતો કે, 'હોસ્પિટલ તમામ સમુદાયો માટે છે અને આરએસએસમાં આવો કોઇ જ (ધર્મના આધારે) ભેદભાવ થતો નથી.' તેમણે સિંહગઢમાં ચેરિટેબલ હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે આ જૂનો કિસ્સો યાદ કર્યો હતો.
હું જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી હતો ત્યારે....: ગડકરી
ગડકરીએ કહ્યું હતું કે, "હું જ્યારે રાજ્ય સરકારમાં મંત્રી હતો ત્યારે ઔરંગાબાદમાં RSS પ્રમુખ કે બી હેડગેવારના નામ પર હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને ત્યારે RSSના એક વરિષ્ઠ પદાધિકારીએ એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે, હોસ્પિટલનું ઉદ્ઘાટન રતન ટાટા દ્વારા કરવામાં આવે અને મને મદદ કરવા માટે કહેવામાં આવ્યું.''
મે રતન ટાટાને પૂછ્યું હતું કે, તમને એવું કેમ લાગે છે?
ગડકરીએ કહ્યું કે, 'ત્યાર બાદ તેમણે રતન ટાટાનો સંપર્ક કર્યો અને દેશમાં ગરીબોને કેન્સરની સારવાર પૂરી પાડવામાં ટાટા કેન્સર હોસ્પિટલના યોગદાનને હવાલો આપી તેમને હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવા માટે સમજાવવામાં આવ્યા હતાં.' ગડકરીએ વધુમાં કહ્યું કે, “હોસ્પિટલ પર પહોંચીને ટાટાએ મને એમ પૂછ્યું હતું કે શું આ હોસ્પિટલ માત્ર હિંદુ સમુદાયના લોકો માટે જ છે? ત્યારે મે તેઓને પૂછ્યું હતું કે, તમને એવું કેમ લાગે છે? ત્યારે તેઓએ તુરંત જવાબ આપ્યો હતો કે, કારણ કે તે RSSની છે.
કેન્દ્રીય મંત્રી ગડકરીએ કહ્યું, "મે તેઓને (રતન ટાટા) જણાવ્યું હતું કે, 'હોસ્પિટલ તમામ સમુદાયો માટે છે અને આરએસએસમાં આવો કોઇ જ (ધર્મના આધારે) ભેદભાવ થતો નથી.' ગડકરીએ વધુમાં કહ્યું કે, 'પછી તેમણે ટાટાને અનેક બાબતો જણાવી હતી અને પાછળથી તેઓ ખૂબ ખુશ થયા હતાં.'