કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત સ્થિર, શીરડી જવા થયા રવાના

By : admin 02:00 PM, 07 December 2018 | Updated : 04:20 PM, 07 December 2018
મહારાષ્ટ્રનાં અહમદનગરમાં એક કાર્યક્રમ દરમ્યાન કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની તબિયત અચાનક લથડી હતી. જો કે ટુંકી સારવાર બાદ શિરડી જવા રવાના થયા હતા. અને તેમને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે હવે તબિયત સ્થિર છે.

નીતિન ગડકરી  મહારાષ્ટ્રના અહમદનગરમાં દિક્ષાંત સમારોહમાં હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમ દરમિયાન તેઅો સ્ટેજ પર બેભાન થયા હતા. જો કે રાજ્યપાલ વિદ્યાસાગર રાવની નજર પડતા જ તેમને પકડી લીધા હતા. જેથી ગડકરી સ્ટેજ પરથી ગબડી પડતા બચી ગયા હતા. ગડકરીને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
  નીતિન ગડકરી અહમદનગરમાં મહાત્મા ફુલે યુનિવર્સિટીનાં દીક્ષાંત સમારોહમાં ભાગ લેવા ગયા હતાં. જે દરમ્યાન રાષ્ટ્રગાન દરમ્યાન જ તેઓ ઉભા રહ્યાં હતાં પરંતુ એકાએક જ તેઓ સ્ટેજ પર બેહોશ થઇ ગયાં.

તમને જણાવી દઇએ કે આ પહેલા પણ આ રીતે અનેક વાર નીતિન ગડકરીની તબિયત ખરાબ થઇ ચૂકેલ છે. થોડાંક સમય પહેલાં જ એક રેલી બાદ અચાનક જ તેઓની તબિયત ખરાબ થયાનાં સમાચાર સામે આવ્યાં હતાં. નીતિન ગડકરી કેન્દ્ર સરકારમાં માર્ગ પરિવહન મંત્રી છે. આ સિવાય તેઓ પર ગંગાને સાફ કરાવવાની પણ અગત્યની જવાબદારી છે.

ઉલ્લેખનીય છે કે આનાંથી નીતિન ગડકરીએ કેટલાંક વર્ષ પહેલા જ વજન ઘટાડવા માટે ઓપરેશન પણ કરાવ્યું હતું. નીતિન ગડકરી ભારતીય જનતા પાર્ટીનાં અધ્યક્ષ રહી ચૂકેલ છે ને હાલમાં તેઓ નાગપુરનાં સાંસદ પણ છે.Recent Story

Popular Story