સમય પર નિર્ણય ન લેવો અને તમાં મોડું થવું મોટી સમસ્યા છે- ગડકરી
ભાજપના નેતા અને કેન્દ્ર સરકારમાં રોડ પરિવહન તથા રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ પોતાના વિભાગ સાથે જોડાયેલા અન્ય તમામ મુદ્દા પર ખુલ્લીને વાત કરતા રહ્યા છે. આ વખતે તેઓ અધિકારીઓ અને સરકારી વ્યવસ્થા પર ભડક્યા છે. SCL ઈન્ડિયા 2021ના સંમેલનમાં ગડકરીએ કહ્યું કે સિસ્ટમમાં લેટલતીફીના કારણે અનેક પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. ખર્ચ વધી જાય છે. સમય પર નિર્ણય ન લેવો અને તમાં મોડું થવું મોટી સમસ્યા છે. ઓનલાઈન સંમેલનમાં ગડકરીએ કહ્યું કે હું કોઈની વિરુદ્ધ કોઈ પ્રકારનો આરોપ નથી લગાવવા માંગતો પરંતુ સિસ્ટમના કારણે વધારે પરિયોજનાઓમાં મોડું થઈ રહ્યું છે. સરકારી વ્યવસ્થામાં નિર્ણય ન લેવો અને તેમાં મોડું કરવું એ મોટી સમસ્યા છે.
मैं किसी के ख़िलाफ़ किसी प्रकार का आरोप नहीं लगाना चाहता लेकिन सिस्टम के कारण अधिकतम परियोजनाओं में देरी हो रही है। सरकारी व्यवस्था में निर्णय न लेना और उसमें देरी करना एक बड़ी समस्या है: SCL इंडीया 2021 के सम्मेलन में केंद्रीय सड़क परिवहन और राजमार्ग मंत्री नितिन गडकरी (10.12) pic.twitter.com/59dpwZc7va
ગડકરીએ શુક્રવારે આ કાર્યક્રમમાં કહ્યુંકે સમાધાન સમિતિઓને રસ્તા નિર્માણ પરિયોજનાઓ સંબંધિત મામલાને 3 મહિનામાં પહોંચી વળવું જોઈએ. તેમણે કહ્યું કે મામલાને ઉકેલવામાં મોડું કરવાથી પરિયોજનાઓનો ખર્ચ વધી જાય છે. આ પ્રક્રિયા ઝડપથી કરવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકાય છે.
ભારતીય અર્થવ્યવસ્થ માટે નિર્ધારિત સમય વાળા પાસાને ઘણું મહત્વ
તેમણે કહ્યું તે મને મધ્યસ્થોની એક બેઠકમાં બોલાવવનો નિર્ણય કર્યો છે. હું તેમને કહું છુ કે એક નિર્ધારિત ફોર્મ બનાવવામાં આવે. જેને કોઈ નિર્માણ કોન્ટ્રાક્ટર મધ્યસ્થતા માટે જવું જોઈએ, તો તેનાથી ઉભરી શકે. ગડકરીએ કહ્યું કે ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ 15 દિવસની અંદર અરજી પર નિર્ણય કરશે અને પછી મામલાનું સમાધાન સમિતિની પાસે આવશે. તેમણે કહ્યું કે સમાધાન સમિતિઓને 3 મહિનાની અંદર નિર્ણય આપી દેવો જોઈએ. ભારતીય અર્થવ્યવસ્થ માટે નિર્ધારિત સમય વાળા પાસાને ઘણું મહત્વ છે. ગડકરીએ કહ્યું કે મોટા ભાગે રસ્તા પરિયોજના વ્યવસ્થાગત કારણોમાં મોડું થયું છે.