બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:12 PM, 4 February 2025
Nitin Gadkari : રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુસાફરોને ટૂંક સમયમાં મોટી રાહત મળી શકે છે. આ માટે કેન્દ્ર સરકાર ટોલ સિસ્ટમને પારદર્શક બનાવવા માટે નવી સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, સરકાર એક સમાન ટોલ નીતિ પર કામ કરી રહી છે. આગામી સમયમાં સમગ્ર દેશમાં સમાન ટોલ વસૂલવામાં આવશે. જોકે તેમણે આ મામલે વધુ માહિતી આપી નથી.
ADVERTISEMENT
નીતિન ગડકરીએ એવો પણ દાવો કર્યો હતો કે, ભારતનું હાઇવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હવે અમેરિકાના સ્તરે પહોંચી ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આનાથી મુસાફરોને ઘણો ફાયદો થશે. સરકાર ટોલ વસૂલાત માટે ગ્લોબલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ (GNSS) લાગુ કરવાની પણ તૈયારી કરી રહી છે. GNSS સિસ્ટમ લાગુ થયા પછી વાહનોમાં એક નાનું મશીન સ્થાપિત કરવામાં આવશે, જે ટોલ રોડ પર વાહન દ્વારા કાપવામાં આવેલા અંતર મુજબ ટોલ ફી કાપશે.
ADVERTISEMENT
નીતિન ગડકરીએ કહ્યું કે, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય સોશિયલ મીડિયા પર મળતી ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે. આમાં સંડોવાયેલા કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર કુલ ટ્રાફિકમાં ખાનગી કારનો હિસ્સો લગભગ 60 ટકા છે. ટોલ આવક વસૂલાતમાં આ વાહનોનો હિસ્સો માંડ 20-26 ટકા છે. છેલ્લા 10 વર્ષમાં ટોલ વસૂલાતમાં વધારો થયો છે. ખરાબ રસ્તાઓને કારણે મુસાફરોમાં રોષ છે. ગડકરીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં કુલ ટોલ કલેક્શન 2023-24માં 64,809.86 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ ગયા વર્ષ કરતાં ૩૫ ટકા વધુ છે.
વધુ વાંચો : દિલ્હીમાં મતદાન પહેલા કેજરીવાલને ઝટકો! કોર્ટના આદેશ પર આ કેસમાં FIR દાખલ
દરરોજ 37 કિમીનો બની રહ્યો છે રસ્તો
નીતિન ગડકરીએ કહ્યું કે, વર્ષ 2020-21માં દરરોજ 37 કિલોમીટર હાઇવે બનાવવાનો રેકોર્ડ બન્યો હતો. જેને આ નાણાકીય વર્ષમાં તોડી નાખવાનું લક્ષ્ય છે. અત્યાર સુધીમાં 7,000 કિમી હાઇવે બનાવવામાં આવ્યા છે. ફેબ્રુઆરી-માર્ચમાં બાંધકામની ગતિ વધુ વધવાની અપેક્ષા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.