niti ayog vc over indian economy in covid 19 time negetive gdp growth
અર્થતંત્ર /
GDPમાં નેગેટિવ ગ્રોથ છતાં નીતિ આયોગે કહ્યું, 'ટેકનિકલ મંદી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી'
Team VTV02:22 PM, 28 Nov 20
| Updated: 02:27 PM, 28 Nov 20
ભારતમાં અર્થતંત્રને લઈને સતત બીજા ત્રિમાસિક ગાળામાં નેગેટિવ ગ્રોથ જોવા મળી છે. વિપક્ષ દ્વારા કહેવાઈ રહ્યું છે કે મોદી સરકારના કાળમાં મંદી આવી ગઈ છે ત્યારે સરકારની સંસ્થાઓ મંદી સ્વીકારવા તૈયાર નથી.
ભારતમાં જૂન બાદ સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં નેગેટિવ ગ્રોથ
ભારતની GDP નેગેટિવ 7.5 ટકા
ટેકનિકલ મંદી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી : નીતિ આયોગ
ક્યાં છે મંદી ?
ચાલુ નાણાંકીય વર્ષમાં સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ભારતની GDPના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. આ આંકડાઓ અનુસાર જૂન મહિના કરતા થોડી રાહત મળી છે પરંતુ ટેકનિકલ રૂપે મંદી માનવામાં આવી રહી છે. આંકડાઓ અનુસાર ઘણા બધા લોકો દેશમાં મંદી ચાલુ થઇ ગઈ હોવાનું કહી રહ્યા છે પરંતુ સરકારી એજન્સીઓ હજુ મંદી છે એવું માનવા તૈયાર નથી.
સરકારી સંસ્થાઓની ડાહ્યી ડાહ્યી વાતો
સરકારની થિંક ટેંક નીતિ આયોગ મંદી સ્વીકારતું નથી. મીડિયાને આપેલ કે ઇન્ટરવ્યુમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારે સ્પષ્ટ કર્યું કે આ ટેકનિકલ મંદી નથી. આ સામાન્ય પરિસ્થિતિઓ નથી અને ટેકનિકલ મંદી વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. રાજીવ કુમારે કહ્યું કે અમે સંકટથી બહાર આવી રહ્યા છે અને બીજા ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથનો અંદાજ નેગેટિવમાં દસ ટકા સુધી હતો જે હવે 7.5 ટકા સુધી રહ્યો છે. ઉપભોક્તાની માંગમાં પણ ગ્રોથ જોવા મળી રહ્યો છે જે સારા સંકેત છે.
કોરોનાકાળમાં અર્થતંત્ર ધડામ
નોંધનીય છે કે કોરોના વાયરસના કાળમાં ભારતના અર્થતંત્રને જોરદાર ઝટકો લાગ્યો છે અને તેના કારણે જૂન મહિનામાં ભારતની અર્થવ્યવસ્થામાં GDP 24 ટકા સુધી પડી ગઈ. જે બાદ સપ્ટેમ્બર મહિનાનાં ત્રિમાસિક ગાળામાં પણ જીડીપી ગ્રોથ નેગેટિવ 7.5 ટકા રહી છે. સતત બીજી વાર નેગેટિવ ગ્રોથના કારણે તેને મંદીના રૂપે જોવામાં આવી રહી છે.
નવા વર્ષે સારું થશે તેવી આશા
જોકે સરકાર કહી રહી છે કે આ મંદી લાંબા સમય સુધી રહેશે નહીં. કોર સેક્ટરમાં વધી રહેલ માંગના કારણે સરકારને આશા છે કે આ સંકોચન લાંબા સમય સુધી રહેશે નહીં. કોર સેક્ટરમાં વીજળી અને ઉર્વરકમાં પોઝિટિવ ગ્રોથ જોવા મળી રહી છે. માંગમાં ઘટાડા પર રાજીવ કુમારે કહ્યું કે તહેવારોના કારણે ઓક્ટોબર મહિનો સારો રહ્યો હતો અને મને આશા છે જાન્યુઆરી અને માર્ચના ત્રિમાસિક ગાળામાં પોઝિટિવ ગ્રોથ જોવા મળશે. તમે પૈસા ટ્રાન્સફર કરીને માંગ ન વધારી ન શકો અને સરકાર આ મુદ્દાને ખૂબ સારી રીતે હેન્ડલ કરી રહી છે.
શું છે વિશ્વની પરિસ્થિતિ
નોંધનીય છે કે દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે અર્થતંત્ર પડી ભાંગ્યું છે, મોટા મોટા વિકસિત દેશોમાં પણ નેગેટિવ ગ્રોથ જોવા મળી રહ્યો છે. જોકે આખા વિશ્વમાં ચીન જ આગળ વધી રહ્યું છે, ચીન એકમાત્ર દેશ છે જ્યાં કોરો