બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:13 PM, 24 July 2024
આવતાં વીકમાં ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2024ની ઓલિમ્પિક ગેમ્સ શરુ થવાની છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરે છે અને આ કમિટીમાં ભારત તરફથી નીતા અંબાણી મેમ્બર તરીકે સામેલ છે. હવે નીતા અંબાણી ફરી વાર ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના મેમ્બર ચૂંટાયા છે.
ADVERTISEMENT
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સત્રમાં ફરી ચૂંટાયાં
ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) એ બુધવારે જાહેરાત કરી કે રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા અંબાણી સર્વસંમતિથી ફરીથી મેમ્બર તરીકે ચૂંટાયા છે. પેરિસમાં હાલમાં ચાલી રહેલા 142મા IOC સત્રમાં ભારતમાંથી IOC સભ્ય 100% મત સાથે સર્વસંમતિથી જીત્યા હતા.
ADVERTISEMENT
Ahead of the opening ceremony of the Paris 2024 Olympic Games this weekend, the International Olympic Committee (IOC) has today announced that Nita M. Ambani, leading Indian philanthropist and Founder of the Reliance Foundation has been re-elected unanimously as IOC member from… pic.twitter.com/gvIaFEmjSk
— ANI (@ANI) July 24, 2024
નીતા અંબાણી ખુશખુશાલ
IOCના ફરી મેમ્બર બનવા પર ખુશી વ્યક્ત કરતાં નીતા અંબાણીએ કહ્યું કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ સન્માનિત છું. હું પ્રમુખ બાચ અને IOCમાં મારા તમામ સાથીદારોનો તેમના વિશ્વાસ બદલ આભાર માનું છું. આ પુનઃચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પણ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવની માન્યતા પણ છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શેર કરું છું અને ભારતમાં ઓલિમ્પિક ચળવળને મજબૂત કરવાના અમારા પ્રયાસો ચાલુ રાખવા માટે આતુર છું.
વધુ વાંચો : વહુએ વગોવ્યાં ખોરડાં ! સાસુ સામે પ્રેમી સાથે માણ્યું શરીરસુખ, આખા ગામમાં ચગ્યું લફરું
26 જુલાઈથી પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ શરુ થશે
ઉલ્લેખનીય છે કે ઓલિમ્પિક ગેમ્સ પેરિસ 2024 ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈ 2024થી શરુ થઈ રહી છે અને 11 ઓગસ્ટ સુધી રમાશે. આ ઇવેન્ટમાં વિશ્વના ટોચના એથ્લેટ્સની ભાગીદારી જોવા મળશે અને ભારત રાષ્ટ્ર માટે ગૌરવ જીતવા માટે તેના એથ્લેટ્સ પર વિશ્વાસ કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
બેંગલુરુ / Video : વિંગ કમાન્ડર પરના હુમલામાં નવો વળાંક, લડાઈનો વીડિયો સામે આવ્યો, પોલીસે કહ્યું-બંને તરફથી...
Priykant Shrimali
નેશનલ / વડાપ્રધાન મોદી આજે સાઉદી અરેબિયાના પ્રવાસે જશે, આ મુદ્દાઓ પર થઈ શકે ચર્ચા
Priykant Shrimali
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.