બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / જાણીતી કંપનીએ 9000 લોકોને બતાવ્યો ઘરનો રસ્તો, છટણીના એલાનથી હડકંપ, કારણ જાહેર
Last Updated: 10:28 PM, 7 November 2024
કાર નિર્માતા કંપની નિસાને એક મોટો નિર્ણય લીધો છે. જાપની ઓટોમેકરે એક સાથે 9,000 કર્મચારીઓને નોકરી પરથી કાઢવાની જાહેરાત કરી છે. એક રિપોર્ટ અનુસાર, નિસાને ગત વર્ષ 2024-25 માટે સેલ્સના પૂર્વાનુમાનને ઘટાડ્યું છે. કંપની થી લોકોને કાઢવા માટે ઓટોમેકરે ન્યૂઝ એજન્સીને કહ્યું કે 9 હજાર લોકોને કાઢવાથી 20% ગ્લોબલ પ્રોડક્શન ઘટશે.
ADVERTISEMENT
નિસાન કરશે રણનીતિમાં બદલાવ
ADVERTISEMENT
નિસાનના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે કહ્યું કે આ વર્ષે શરૂઆતના છ મહિનામાં નોર્થ અમેરિકન માર્કેટમાં કંપનીનું નેટ પ્રોફિટ 93% ઘટી ગયું છે. રિપોર્ટ્સ અનુસાર, નિસાન 12.7 ટ્રિલિયન યેન નેટ સેલની આશા રાખી હતી, જે પૂર્વાનુમાનિત 14 ટ્રિલિયન યેનથી ઓછું છે. નિસાને પોતાના અધિકારીત સ્ટેટમેન્ટમાં જણાવ્યું કે કંપની આ સમયે ગંભીર સ્થિતિથી પસાર થઈ રહી છે. આની માટે બજારમાં થઇ રહેલા બદલાવોને અમે ઝડપથી અપનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ.
નિસાન મેગ્નાઇટ ફેસલિફ્ટ
નિસાને તાજેતરમાં જ ભારતમાં મેગ્નાઇટ ફેસલિફ્ટ લોન્ચ કરી. આ કાર મોર્ડન અને ડાયનેમિક ડિઝાઇન સાથે આવી છે. નિસાને પોતાની આ કારને એક નવો કલર સનરાઇઝ કોપર ઓરેન્જ આપ્યો છે. નવા કલરની સાથે મેગ્નાઇટ ફેસલિફ્ટ કુલ 13 કલરમાં ભારતની બજારમાં મળી રહી છે. નિસાને પોતાની આ કારમાં ક્લસ્ટર આયોનાઈઝર પણ લગાવ્યું છે.
વધુ વાંચો : ઠંડીની સિઝન શરૂ થતા જ બાઇક બંધ પડવાનું શરૂ થઇ ગયું? તો ફૉલો કરો આ ટિપ્સ, પછી જુઓ!
મેગ્નાઇટ ફેસલિફ્ટની કિંમત
જાપાની ઓટોમેકર્સ મેગ્નાઇટને અપડેટેડ મોડલના પર પાવર ટ્રેનમાં કોઈ બદલાવ નથી કર્યો. આ ગાડીમાં 1.0 લિટર ટર્બો એન્જિન છે. આ એન્જિન મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે 20 Kmpl ની માઇલેજનો દાવો કરે છે. આ કારની ખાસ વાત એ છે કે કારમાં અપડેટ પછી પણ નિસાને મેગ્નાઇટ ફેસલિફ્ટની કિંમતમાં કોઈ બદલાવ નથી. નિસાન મેગ્નાઇટ ફેસલિફ્ટની એક્સ-શોરૂમ કિંમત 5.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.