Nirmala Sitharaman says steps soon to ease supply woes secretaries to meet today
નવી દિલ્હી /
કોરોના વાયરસના કારણે ઉદ્યોગ જગતને જલ્દી રાહત આપશે સરકારઃ નિર્મલા સીતારમણ
Team VTV07:15 AM, 19 Feb 20
| Updated: 08:52 AM, 19 Feb 20
ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. જો કે હવે તેની અસર ભારતીય અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. જેનું મુખ્ય કારણ છે કે ભારતમાં મોટા પાયે ચીનમાંથી પ્રોડકટ્સ (વસ્તુ) આયાત કરવામાં આવે છે. કોરાના વાયરસના કારણે ચીનમાં પ્રોડકશન પર અસર પડી છે અને ભારતમાં ડિમાન્ડ ઘટી છે.
કોરોના વાયરસને લઇને ઇન્ડ્રસ્ટ્રીના પ્રતિનિધિ સાથે નાણામંત્રીની બેઠક
કોરોના વાયરસના કારણે ભારતીય અર્થવ્યવસ્થા પણ દબાણ હેઠળ
ખરેખર, કોરોના વાયરસની ભારતીય અર્થવ્યવસ્થા પર પડતી અસર વચ્ચે મંગળવારે નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કોરોના વાયરસના પ્રભાવને લઇને ચર્ચા થઇ હતી.
આ બેઠકમાં નિર્મલા સીતારમણ સિવાય નાણાં સચિવ અને તમામ મોટા સેકટર્સના પ્રતિનિધિ હાજર હતા. બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધનતા નાણા મંત્રી સીતારમણે કહ્યું કે કોરોના વાયરસના કારણે ભારતીય અર્થવ્યવસ્થા દબાણમાં છે અને તેના પ્રભાવિત સેક્ટર્સના પ્રતિનિધિ સાથે આ અંગે વાતચીત થઇ છે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણની સાથે બેઠકમાં ઑટો, ટેક્સટાઇલ, ફાર્મા અને કેમિકલ સેક્ટર્સના પ્રતિનિધિ ઉપસ્થિત હતા. નાણા મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસના કારણે આયાત-નિકાસને અસર થઇ છે અને ખાસ કરીને આ સેકટર દબાવમાં છે. નાણા મંત્રીએ કહ્યું કે જરૂરિયાત પડવા પર સરકાર મોટા પગલાં ઉઠાવવા તૈયાર છે.
નાણા મંત્રીએ કહ્યું કે આજરોજ યોજાનારી નાણા સચિવ સાથેની કેટલાંક સેકટર્સના પ્રતિનિધિ બેઠક બાદ કોરોના વાયરસને લઇને બેઠક સમીક્ષા અંગેની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયને આપવામાં આવશે.