Monday, April 22, 2019

મુલાકાત / રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી

રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદનની હોસ્પિટલમાં મુલાકાત કરી

નવી દિલ્હી: વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારે રાતે 9.20 વાગ્યે સ્વદેશ પરત ફર્યા છે. ગઈ કાલે મોડી રાતે જ તેમને દિલ્હી લાવવામાં આવ્યા હતા. અહીં અભિનંદને તેમના માતા-પિતા, પત્ની અને દીકરા સાથે મુલાકાત કરી હતી. ત્યાર પછી વાયુસેના અભિનંદનને લઈને આર આર હોસ્પિટલ પહોંચી હતી. અહીં તેમની શારીરિક અને માનસિક તપાસ ચાલી રહી છે. આજે અહીં રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે વિંગ કમાન્ડર અભિનંદન સાથે મુલાકાત કરી હતી. આ પહેલાં શનિવારે સવારે અભિનંદને વાયુ સેનાના પ્રમુખ બીએસ ધનોઆ સાથે પણ મુલાકાત કરી હતી.

ભારતીય વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે વિંગ કમાન્ડર અભિનંદને આજે સવારે વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અભિનંદને તેમને બે દિવસ તેઓ પાકિસ્તાનમાં કેદમાં હતા તે વિશેની માહિતી આપી છે. હાલ વિંગ કમાન્ડર વાયુ સેનાના ઓફિસર્સ મેસમાં જ રહેશે.

અભિનંદન પાસે ભારતના રહસ્યો જાણવાનો પ્રયત્ન કરાયો હતો: મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે અભિનંદન બે દિવસ સુધી પાકિસ્તાનની કેદમાં રહ્યા ત્યારે પાકિસ્તાની સેના અને ISIએ ઘણીવાર તેમને ત્રાસ આપવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ દેશના આ વીર જવાન તેમની સામે ઝૂક્યાં નહતા.

indian army

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ