Team VTV07:38 AM, 01 Feb 23
| Updated: 07:39 AM, 01 Feb 23
આજે અમે તમને બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવવા જઈ રહ્યાં છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
1 ફેબ્રુઆરી 2023 ના રોજ આજે નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ થશે
અમે તમને બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવશું
આઝાદી પછીથી અત્યાર સુધીમાં 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી 2023 ના રોજ આજે નાણાકીય વર્ષ 2023-24 માટેનું બજેટ રજૂ કરશે અને આ દિવસે નિર્મલા સીતારમણ સંસદ ભવનમાં આગામી નાણાકીય વર્ષ માટેની મોટી નાણાકીય યોજનાઓ રજૂ કરશે. જણાવી દઈએ કે સરકાર ઘણી યોજનાઓને લાગુ કરવા માટે આગામી ખર્ચ સંબંધિત બજેટ ફાળવશે. ભારતીય અર્થવ્યવસ્થા પર કોરોના મહામારી અને રુસ-યુક્રેનિયન યુદ્ધની અસર દૂર કરવા માટે આ બજેટ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ બજેટમાં સામાન્ય જનતા અપેક્ષા રાખી રહી છે કે સરકાર મોંઘવારી પર અંકુશ મેળવવા માટે ઘણા નક્કર પગલાં લેશે અને આવી સ્થિતિમાં લોકો સરકાર પાસેથી ટેક્સના દરમાં રાહત આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. એવામાં આજે અમે તમને બજેટ સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ બાબતો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે તમે ભાગ્યે જ જાણતા હશો.
જણાવી દઈએ કે દેશની આઝાદી પછીથી અત્યાર સુધીમાં કુલ 74 વાર્ષિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે અને આ સિવાય 14 વચગાળાના બજેટ, 4 વિશેષ બજેટ અથવા મિની બજેટ રજૂ કરવામાં આવ્યા છે. આ સાથે જ તમને જણાવી દઈએ કે જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી જ એવા વડાપ્રધાન છે જેમણે બજેટ રજૂ કર્યું હતું.
ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947ના રોજ આરકે સન્મુખમ ચેટ્ટીએ રજૂ કર્યું હતું. નોંધનીય છે જએ આરકે સન્મુખમ ચેટ્ટીએ ભારતના પહેલા નાણામંત્રી તરીકે સેવા આપી હતી.
જણાવી દઈએ કે નિર્મલા સીતારમણે અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું છે અને વર્ષ 2020માં નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે 2 કલાક 40 મિનિટ બોલીને રેકોર્ડ બનાવ્યો હતો.
આ સિવાય નિર્મલા સીતારમણે બજેટને બ્રીફકેસમાં લઈ જવાની લાંબા સમયથી ચાલી આવતી સંસ્થાનવાદી પરંપરાને તોડવાનું કામ કર્યું હતું. જણાવી દઈએ કે વર્ષ 2019 માં સિતારમણ મુખ્ય દસ્તાવેજો રજૂ કરવા માટે હિસાબી પુસ્તકો લાવી હતી. તેને ખાસ પ્રકારના લાલ રંગના રેશમી કપડામાં લપેટવામાં આવતું હતું. આ સાથે જ તેની ઉપર રાષ્ટ્રીય ચિહ્ન બનાવવામાં આવ્યું હતું.