Nirmala Sitharaman give budget in just 87 minutes know which finance minister holds the record for giving the longest speech
Budget 2023 /
87 મિનિટમાં તો નિર્મલા સીતારમણે બજેટનું 'ફીંડલું' વાળી દીધું, કયા નાણામંત્રીના નામે છે સૌથી લાંબી સ્પીચ બોલ્યાનો રેકોર્ડ
Team VTV02:48 PM, 01 Feb 23
| Updated: 03:18 PM, 01 Feb 23
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું છે. તો દેશ-દુનિયા એવો અંદાજ લગાવે છે કે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ ભારતને કઈ દિશા આપવાનું છે.
નિર્મલા સીતારમણે રજૂ કર્યું પોતાનું પાંચમું બજેટ
જાણો સૌથી લાંબુ બજેટ કોણે રજુ કર્યું હતું?
બજેટ સાથે જોડાયેલી ખાસ અને મહત્વપૂર્ણ વાતો..
દેશમાં બજેટ રજૂ કરવા માટે ઘણી પરંપરાઓ બનાવવામાં આવી છે. ઘણી ટૂટી અને ઘણી નવી પરંપરાઓ બનાવવામાં આવી. બજેટ ફક્ત દેશની આર્થિક સ્થિતિ નથી દર્શાવતું પરંતુ ભવિષ્યની ઝલક પણ દર્શાવે છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે પોતાનું પાંચમું બજેટ રજૂ કર્યું છે. તો દેશ-દુનિયા એવો અંદાજ લગાવે છે કે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ ભારતને કઈ દિશા આપવાનું છે.
નાણામંત્રીની રીતે નિર્મલા સીતારમણના નામે જ અત્યાર સુધીનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ છે. આવો જાણીએ આ સમયગાળાથી લઈને શબ્દો સુધી કયા કયા વર્ષ અને કયા કયા નાણામંત્રીઓના નામે રેકોર્ડ નોંધવામાં આવ્યો છે. સાથે જ જાણીએ બજેટ સાથે જોડાયેલી ખાસ અને મહત્વપૂર્ણ વાતો..
નિર્મલા સીતારમણના નામે સૌથી લાંબુ બજેટ ભાષણ કરવાનો રેકોર્ડ
નિર્મલા સીતારમણ દેશમાં અત્યાર સુધી સૌથી લાંબુ બજેટ ભાષણ વાચનાર નાણામંત્રી છે. તેમણે 2020માં 2 કલાક 41 મિનિટ સુધી બજેટ સ્પીચ આપી હતી. નિર્મલાએ ત્યારે 2019ના પોતાના જ રેકોર્ડને તોડી નાખ્યો હતો.
નિર્મલાએ તોડ્યો હતો જસવંત સિંહનો રેકોર્ડ
નિર્મલા સીતારમણે 2019માં 2 કલાક 17 મિનિટનું ભાષણ વાચીને પૂર્વ નાણામંત્રી જસવંત સિંહના સૌથી લાંબા ભાષણનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. સિંહે 2003માં 2 કલાક 13 મિનિટ સુધી બજેટ સ્પીચ આપીને રેકોર્ડ બનાવ્યો હતો.
નિર્મલા સીતારમણનું સૌથી નાનું બજેટ ભાષણ 91 મિનિટનું
છેલ્લા બે વર્ષોથી નિર્મલા સીતારમણનું બજેટ ભાષણ બે કલાકથી ઓછું હોય છે. તેમણે 2022નું સામાન્ય બજેટ 1 કલાક 31 મિનિટમાં જ્યારે 2021માં 1 કલાક 50 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતું. આ રીતે અત્યાર સુધી નિર્મલા સીતારમણે સૌથી નાનું બજેટ ભાષણ 91 મિનિટ સુધી આપ્યું હતું.
2 કલાકથી વધારે સમયનું બજેટ ભાષણ
બે કલાકથી વધારે લાંબુ ભાષણ આપનાર નાણામંત્રીઓમાં જયવંત સિંહ અને નિર્મલા સીતારમણ ઉપરાંત પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલી પણ શામેલ છે. તેમણે 2014માં નાણામંત્રી તરીકે 2 કલાક અને 10 મિનિટ લાંબુ ભાષણ આપ્યું હતું.
મનમોહન સિંહના નામ પર બજેટનો આ રેકોર્ડ
શબ્દોની રીતે જોવામાં આવે તો સૌથી વધારે શબ્દોના બજેટ ભાષણનો રેકોર્ડ પૂર્વ પ્રધાનમંત્રી ડૉ. મનમોહન સિંહના નામે છે. મનમોહન સિંહ નાણામંત્રી હતા ત્યારે વર્ષ 1991માં કુલ 18,650 શબ્દોનું બજેટ ભાષણ આપ્યું હતું. સૌથી વધારે શબ્દો વાળા બજેટ ભાષણની રેકોર્ડ લિસ્ટમાં પૂર્વ નાણામંત્રી અરૂણ જેટલીનો નંબર બીજા સ્થાન પર છે. જેટલીએ 2018માં જે બજેટ ભાષણ આપ્યું હતું તેમાં 18,604 શબ્દો હતા.
ભારતીય ઈતિહાસનું સૌથી નાનું બજેટ
રસપ્રદ વાત છે કે દેશમાં સૌથી ઓછા શબ્દોના બજેટ ભાષણનો રેકોર્ડ છે જે કદાચ ક્યારેય નહીં તૂટી શકે. વર્ષ 1977માં હીરૂભાઈ મુલજીભાઈ પટેલે ફક્ત 800 શબ્દોની બજેટ સ્પીચ આપી હતી. આ ભારતીય ઈતિહાસનું સૌથી નાનું બજેટ ભાષણ છે.
બજેટ રજૂ કરનાર બીજી મહિલા છે નિર્મલા સીતારમણ
ભારતનું સામાન્ય બજેટ અત્યાર સુધી બે મહિલાઓએ રજૂ કર્યું છે. 1970માં ઈંદિરા ગાંધીએ પહેલી વખત દેશનું બજેટ રજૂ કરીને ઈતિહાસ બનાવ્યો હતો અને 2019માં નાણામંત્રી નિર્મલા સીતારમણનું નામ આ લિસ્ટમાં શામેલ થઈ ગયું.