મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે. આ નાણામંત્રી નિર્મલા સીતારમણનું પણ પહેલું બજેટ છે.
દેશના પહેલા મહિલા પૂર્ણકાલિક નાણામંત્રી સીતારમણ પોતાનું પહેલું બજેચ રજૂ કરી રહી છે. સંસદમાં એમનું ભાષણ શરૂ થઇ ગયું છે. મોદી સરકાર અપાર બહુમત મેળવીને સત્તામાં વાપસ આવી છે. એટલા માટે ખેડૂત, વેતનભોગી વર્ગથી લઇને ઉદ્યોગ જગત સુધી તમામને આ બજેટથી ખૂબ જ આછા છે.
પેટ્રોલ-ડીઝલ, સોનું મોંઘુ
પેટ્રોલ-ડીઝલ પર 1 રૂપિયાનો વધારો કરવામાં આવશે. ગોલ્ડ અને અન્ય બહુમૂલ્ય ધાતુઓ પર કસ્ટમ ડ્યૂટી 10 ટકાથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે.
FM Nirmala Sitharaman: I propose to increase special additional excise duty and road and infrastructure cess each one by 1 rupee a litre on petrol and diesel pic.twitter.com/y9DoC5IGIX
5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં
નાણાં પ્રધાને ઇન્કમ ટેકસ પર રાહત આપી છે. જેમાં હવે 5 લાખ સુધીની આવક પર કોઇ ટેક્સ નહીં લગાવામાં આવે. 2થી 5 કરોડની આવક પર 3 ટકા ટેક્સ લાગશે. સરકારે અમીરો પર ટેક્સમાં વધારો કર્યો છે. 5 થી 7 કરોડની આવક પર 7 ટકા સરચાર્જ લગાવાયો છે.
ડાયરેક્ટ ટેક્સ રેવન્યૂમાં 78% વૃદ્ધિ
ડાયરેક્ટ ટેક્સથી પ્રાપ્ત આવકમાં 78% ની વૃદ્ધિ થઇ છે. એના 6.38 લાખ કરોડ નાણાંકીય વર્ષ 2013-14 આશરે 11.37 લાખ કરોડ 2018-19 દરેક વર્ષે બમણી વધી રહી છે.
Finance Minister Nirmala Sitharaman: Direct tax collection increased by 78%; Tax collection rose from 6.38 lakh crore rupees in 2013-14 to 11.37 lakh crore rupees in 2018 pic.twitter.com/IP036NCXcc
પાનની જગ્યાએ આધારથી થશે કામ
જેની પાસે પાન કાર્ડ નથી, એમને સરકારે મોટી રાહત આપી છે. હવે જ્યાં પણ ક્યાંય પાન કાર્ડની જાણકારી માંગવામાં આવશે, ત્યાં આધાર નંબર આપીને કામ પૂરું કરી શકાશે.
FM: More than 120 crore Indians now have Aadhar card, therefore for ease of tax payers I propose to make PAN card and Aadhar card interchangeable and allow those who don't have PAN to file returns by simply quoting Aadhar number and use it wherever they require to use PAN pic.twitter.com/oCarxQTzyQ
સસ્તા ઘરની ખરીદી પર
વ્યાજ ચુકવણી પર ટેક્સમાં 2 લાખ રૂપિયા સુધીની છૂટ આપવામાં આવતી હતી. પરંતુ હવે વધારે 31 માર્ચ 2020 સુધી લેવામાં આવેલી લોન પર ચુકવવામાં આવતા વ્યાજ પર ટેક્સમાં 1.5 લાખની વધુ છૂટ મળશે. એટલે કે અફોર્ડેબલ હાઉસ માટે લોન લેનાર 4.5 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ છૂટ આપવામાં આવશે.
ઉચ્ચ શિક્ષા વ્યવસ્થામાં સુધારો
પાંચ વર્ષ પહેલા દુનિયાના ટૉપ 200 દેશની એક પણ શૈક્ષણિક સંસ્થાઓ માચે રેગ્યુલેટરી સિસ્ટમમાં વધારે સુધારો લાવવામાં આવશે. જેના કારણે દેશમાં ઉચ્ચ શિક્ષાનો માહોલ આંતરરાષ્ટ્રીય સ્તરનો બનેલો રહે.
1 કલાકમાં મળશે 1 કરોડ સુધી લોન
જો તમે ખુદનો વેપાર શરૂ કરવા માંગો છો અને ફંડને લઇને ચિંતિત થવાની જરૂર નથી. નાણામંત્રીએ બજેટ ભાષણમાં કહ્યું છે કે સરકારે MSME લોનને લઇને નવી સુવિધા આપી છે. જે હેઠળ 1 કરોડ રૂપિયા સુધીની લોન માત્ર 1 કલાકમાં પાસ થઇ જશે.
મહિલાઓ માટે અલગથી જાહેરાત
મહિલાઓ માટે મોદી સરકારે અલગથી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે મહિલાઓના વિકાસ વગર દેશનો વિકાસ થઇ શકે નહીં. નાણામંત્રીએ જાહેરાત કરી કે જનધન ખાતાધારક મહિલાઓને 5000 રૂપિયા ઓવરડ્રાફ્ટની સુવિધા આપવામાં આવશે. મહિલાઓ માટે અલગથી એક લાખ રૂપિયાની મુદ્રા લોનની વ્યવસ્થા કરવામાં આવશે.
Finance Minister Nirmala Sitharaman: I draw attention to the women of India, 'Naari tu Narayaani'. This Government believes that we can progress, with greater women participation. #Budget2019pic.twitter.com/eASF2om6Fs
કૃષિ અને વેપાર ક્ષેત્રમાં ક્રાંતિ લાવીશું
પોતાના ભાષણમાં નાણાં મંત્રીએ જણાવ્યું કે ઝડપથી 100 નવા કલસ્ટર બનાવામાં આવશે. 20 પ્રોદ્યોગિકી બિઝનેસ ઇન્કયુબેટર સ્થાપિત કરવામાં આવશે. જેના દ્વારા 20 હજાર લોકોને સ્કિલ આપવામાં આવશે. નાણાં પ્રધાને જાહેરાત કરી કે કૃષિ આંતરમાળખામાં હવે રોકાણને પ્રાધાન્ય આપવામાં આવશે. 10 હજાર નવા કિસાન ઉત્પાદક સંઘ બનશે. દાળ મામલે દેશ આત્મનિર્ભર બન્યો છે. અમારુ લક્ષ્ય આયાત પર ઓછો ખર્ચ કરવા પર છે. આ સાથે ડેરીના કામકાજમાં પણ વધારો કરવામાં આવશે. અન્નદાતા હવે ઊર્જાદાતા પણ બની શકશે. ખેડૂતોને તેમની ઉપજની સાચી કિંમત આપવાનું અમારું લક્ષ્ય છે.
દરેક લોકોને મળશે ઘરનું ઘર
નાણાં પ્રધાને કહ્યું કે અત્યાર સુધીમાં 26 લાખ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. 24 લાખ લોકોને ઘર આપવામાં આવ્યાં છે. અમારું લક્ષ્ય 2022 સુધીમાં દરેક લોકોને ઘરનું ઘર આપવાનું છે. 2015-16માં આ યોજના હેઠળ ઘર બનાવવા માટે 314 દિવસ લાગતા હતા જે હવે 114 દિવસમાં બનશે. 95 ટકાથી વધારે શહેરોને ODF જાહેર કરાયાં છે. આજે 1 કરોડ લોકોના ફોનમાં સ્વચ્છ ભારત App છે. દેશમાં 1.95 કરોડ ઘર આપવાનું લક્ષ્ય છે.
FM: Under PMAY (Urban), over 81 Lakh houses with investment of about Rs 4.83 Lakh Cr have been sanctioned of which construction has started in about 47 Lakh houses. Over 26 Lakh houses have been completed of which nearly 24 Lakh houses have been delivered, to beneficiaries. pic.twitter.com/al2d3x5z50
રેલવે વિકાસ માટે લાગુ કરાશે PPP મોડલ
નાણાં પ્રધાને પોતાના બજેટમાં જણાવ્યું કે અમારું લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાન્સફોર્મ પર છે. અમારી સરકારનું હવે પછીનું લક્ષ્ય જળ રસ્તાને વધારવાનું છે. તેની સાથે જ વન નેશન, વન ગ્રિડ માટે આગળ વધી રહ્યાં છે, જેની બ્લ્યૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે. તેની સાથે જાહેરાત કરી કે સરકાર રેલવેમાં ખાનગી ભાગીદારીને વધારવા પર જોર આપશે. રેલવેના વિકાસ માટે PPP મોડલ લાગુ કરવામાં આવશે.
Finance Minister Nirmala Sitharaman: Railway infrastructure would need an investment of Rs 50 lakh crores between 2018 and 2030. PPP to be used to unleash faster development and the delivery of passenger freight services. #Budget2019https://t.co/kvLQfaMH59
નાના દુકાનદારોને મળશે પેન્શન
નાણાં પ્રધાને જાહેરાત કરતાં કહ્યું કે નાના દૂકાનદારોને પેન્શન આપવામાં આવશે. આ સાથે માત્ર 59 મિનીટમાં બધા દુકાનદારોને લોન આપવાની પણ યોજના છે. આ યોજનાનો લાભ 3 કરોડથી વધારે નાના દૂકાનદારોને મળી શકશે. આ સાથે અમારી સરકાર દરેક લોકોને ઘર આપવાની યોજના તરફ પણ આગળ વધી રહી છે.
FDIને લઇને મોટી જાહેરાત
નાણાં પ્રધાને બજેટના ભાષણમાં કહ્યું કે મીડિયામાં પણ વિદેશી રોકાણની મર્યાદા વધારવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. મીડિયાની સાથે સાથે એવિએશન અને એનિમેશન સેકટરમાં પણ FDI પર વિચાર કરવામાં આવશે. આ સિવાયવીમા સેકટરમાં 100 ટકા FDI પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. ભારત અંતરિક્ષ ક્ષેત્રમાં એક મોટી તાકત તરીકે ઉભરી રહ્યો છે. અમારી સરકાર આ તાકાતને હજુ પણ વધારવા ઇચ્છી રહી છે અને સેટેલાઇટ લોન્ચ કરવાની ક્ષમતાને વધારશે.
Finance Minister Nirmala Sitharaman: Govt will invite suggestions for further opening up of FDI in aviation sector, media, animation AVGC and insurance sectors in consultation with all stakeholders. 100% FDI will be permitted for insurance intermediaries pic.twitter.com/xqhphPXRrI