nirmala sitharaman bank privatisation update bank employees salary pension will be protected
નિવેદન /
બૅંકોનું ખાનગીકરણ થશે તો પણ અમે આટલું ધ્યાન તો રાખીશું જ : નાણામંત્રી સીતારમણ
Team VTV04:45 PM, 17 Mar 21
| Updated: 04:49 PM, 17 Mar 21
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે જણાવ્યું હતું કે, બેંકોને અન્ય સરકારી બેંકો સાથે જોડવામાં આવી રહ્યા છે અથવા જે નાણાકીય કંપનીને સોંપવામાં આવી રહી છે તેના કર્મચારીઓના હિતને નુકસાન નહીં થાય.
નાણામંત્રી નિર્મલા સીતારમણનુ મોટું નિવેદન
તમામ બેંકોનું નહીં થાય ખાનગીકરણ
એસબીઆઇ જેવી ઘણી મોટી બેન્કોની જરૂર છે
આ સાથે જ તેમણે જ કહ્યું કે, કર્મચારીઓની સેલેરી, સ્કેલ, પેન્શન, તેમની સર્વિસના પણ તમામ પાસાનું પણ ધ્યાન રાખવામાં આવે છે.
નાણાકીય સંસ્થાઓ વેચવાના નિર્ણયોમાં કોઇ જ ઉતાવળ નહીં
મંત્રીમંડળની બેઠક બાદ નાણાં પ્રધાને કહ્યું કે હું ખાતરી આપવા માંગુ છું કે સંસ્થાઓ બંધ થઈ રહી નથી કે વર્કર્સને નોકરીમાંથી કાઢી મુકાયા નથી. તેમણે કહ્યું હતું કે સરકાર ઉતાવળમાં બેંકોના મર્જ અને નાણાકીય સંસ્થાઓના ખાનગીકરણનો નિર્ણય નથી લઈ રહી. કેન્દ્ર તેમના સ્ટાફના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે.
નાણાં પ્રધાનનું નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે તેમના કર્મચારીઓ યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના બેનર હેઠળ બેંકોના ખાનગીકરણના વિરોધમાં 2 દિવસની હડતાલ પર હોય છે.
એસબીઆઇ જેવી ઘણી મોટી બેન્કોની જરૂર છે
સીતારમણે કહ્યું કે ઘણી બેંકોએ ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. કેટલીક બેન્કો સારી કામગીરી કરી રહી છે, પરંતુ અમને એવી બેંકોની જરૂર છે જે જરૂરિયાત મુજબ તેમનું કદ વધારી શકે. આપણને દેશની જરૂરિયાત પૂરી કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જેવી ઘણી મોટી બેંકોની જરૂર છે.
બધી બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં
નાણાંમંત્રીએ કહ્યું કે તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. બેંકોને મર્જ કરવાનો નિર્ણય તાત્કાલિક લેવામાં આવશે નહીં. અમે જાહેર સાહસિક નીતિની જાહેરાત કરી છે. તેના આધારે, અમે 4 વ્યવસાયિક ક્ષેત્રોને ઓળખ્યા છે જ્યાં સરકારની હાજરી રહેશે. હાજરી પણ એક આવશ્યકતા હશે અને તેમાં નાણાકીય સંસ્થા શામેલ હશે. આનો અર્થ એ થયો કે સરકારી સંસ્થાઓની પણ નાણાકીય ક્ષેત્રમાં હાજરી હશે.
ખાનગીકરણ થશે તો સ્ટાફના હિતોનું રક્ષણ કરવામાં આવશે
નાણાં પ્રધાને કહ્યું કે અમારે પાક્કુ કરવું પડશે કે ખાનગીકરણ કરવામાં આવશે તેવી નાણાકીય સંસ્થાઓના કર્મચારીઓના તમામ હિતો સુરક્ષિત રહેશે. અમે તેમને ફક્ત વેચાણ માટે નહીં વેચીએ. અમે ઇચ્છીએ છીએ કે નાણાકીય સંસ્થાઓ વધુ શેર મૂડી મેળવે અને વધુ લોકો તેમાં નાણાંનું રોકાણ કરે અને તેમને વધુ ટકાઉ બનાવે. અમે એમ પણ ઈચ્છીએ છીએ કે તેમનો સ્ટાફ તેમનું કાર્ય ચાલુ રાખે, જે તેઓ ઘણા વર્ષોથી કરે છે.
SBI સામેલ કરવામાં આવેલ બેંકોના કોઇ એમ્પલોયને કાઢવામાં નહીં આવે
SBIમાં જે 5 એસોસિએટ બેંકો અને ભારતીય મહિલા બેંકને મેળવવામાં આવી છે, તેમના કોઇપણ કર્મચારીને નોકરીથી કાઢવામાં આવશે નહીં. આ વાત ઓગસ્ટ 2018માં તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે લોકસભાના એક પ્રશ્નના જવાબમાં કરી હતી.
SBIમાં સ્ટેટ બેંક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેંક ઓફ મૈસૂર, સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ સિવાય ભારતીય મહિલા બેંકોને ભેળવવામાં આવી છે. આ વિલયનું એલાન કરતા ફેબ્રુઆરી 2017માં થયું હતું અને તે 1 ઓક્ટોબર 2017થી અમલી બન્યું હતું.