નાણામંત્રી નિર્મલા સીતારમણ, બાયોકોનની સંસ્થાપક કિરણ મજૂમદાર શો અને એચસીએલ ઈન્ટરપ્રાઈઝની સીઈઓ રોશની નાદર મલ્હોત્રા દુનિયાની સૌથી શક્તિસાળી મહિલાઓની યાદીમાં શામિલ છે.
કમલા હેરિસ યાદીમાં ત્રીજા સ્થાન પર છે
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ યાદીમાં 41માં સ્થાન પર
બ્રિટનની મહારાણી એલિઝાબેથ બીજા 46માં સ્થાને
કમલા હેરિસ યાદીમાં ત્રીજા સ્થાન પર છે
મંગળવારે જારી થયેલી ફોર્બ્સની વર્ષ 2020ની ચાદીમાં જર્મન ચાંસલર એન્જેલા મર્કેલે સતત દસમી વાર મુખ્ય સ્થાન પર કાયમ રહ્યા છે. ત્યારે યુરોપિયન સેન્ટ્રલ બેંકની પ્રમુખ ક્રિસ્ટીન લેગાર્ડ સતત બીજી વાર બીજા સ્થાન પર રહ્યા છે. અમેરિકન ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. બિલ તથા મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની મેલિન્ડા ગેટ્સ 5માં સ્થાન પર છે.
નિર્મલા સીતારમણ આ યાદીમાં 41માં સ્થાન પર
નાણામંત્રી નિર્મલા સીતારમણ આ યાદીમાં 41માં સ્થાન પર છે. જ્યારે રોશની નાદર મલ્હોત્રા 55માં સ્થાન અને મજૂમદાર શો 68માં સ્થાન પર રહ્યા છે. લેન્ડમાર્ક સમૂહની અધ્યક્ષ જગતિયાનીને 98મુમ સ્થાન મળ્યું છે. ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની 17મી વાર્ષિક યાદી માટે 30 દેશોની ચાર પેઢી સુધીની મહિલાઓની પણ પસંદગી કરી છે.
બ્રિટનની મહારાણી એલિઝાબેથ બીજા 46માં સ્થાને
યાદીમાં 10 રાજ્યોની પ્રમુખ, 38 સીઈઓ અને 5 કલાકાર સહિત છે. યાદીમાં ન્યૂઝીલેન્ડના પીએમ જેસિંડા એર્ડનન 32માં અને તાઈવાનની રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેનને 37મું સ્થાન મળ્યું છે. બાંગ્લાદેશની પ્રધાનમંત્રી શેખ હસીના 39માં અને બ્રિટનની મહારાણી એલિઝાબેથ બીજા 46માં સ્થાને છે.