કેન્દ્ર /
આનંદો.! GST કાઉન્સિલની બેઠકમાં મોટો નિર્ણય, આ વસ્તુઓ પર જીએસટી ઘટાડાયો, જુઓ કઈ કઈ
Team VTV05:38 PM, 18 Feb 23
| Updated: 05:48 PM, 18 Feb 23
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે 49મી GST કાઉન્સિલની બેઠક થઈ જે બાદ તેમણે જણાવ્યું કે GST કંપેન્સેશનની સંપૂર્ણ રકમ ચૂકવવામાં આવશે.
આજે 49મી GST કાઉન્સિલની બેઠક થઈ
નાણામંત્રીએ GST કંપેન્સેશન અંગે કર્યું મોટું એલાન
અમુક ચીજ-વસ્તુમાં ઘટાડ્યાં GSTનાં દરો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આજે 49મી GST કાઉન્સિલની બેઠક થઈ હતી. બેઠક પૂર્ણ થયાં બાદ તેમણે પ્રેસ કોન્ફેરેન્સમાં જણાવ્યું કે તેમણે આજે નિર્ણય લીધો છે કે GST કંપેન્સેશનની બાકીની રકમને ચૂકવવામાં આવશે. તેમણે આગળ જણાવ્યું કે બીજા શબ્દોમાં GST વળતરની સંપૂર્ણ બાકી રહેલી બેલેન્સ જે જૂનમાં 16,982 કરોડ રૂપિયા છે તેની ચૂકવણી કરવામાં આવશે.
GST on pencil sharpeners has come down from 18% to 12%. Also, there is a reduction in GST on tags tracking devices or data loggers which are affixed on durable containers, from 18% to nil, subject to some conditions: Union FM Nirmala Sitharaman#NirmalaSitaraman#GST#VtvGujaratipic.twitter.com/VPMQLRkIHz
સરકાર ચૂકવશે સંપૂર્ણ રકમ
સીતારમણે કહ્યું કે આ રકમ કંપેન્સેશન ફંડમાં આજે સંપૂર્ણરીતે ઉપલબ્ધ નથી. પરંતુ સરકારે પોતાના ખુદનાં સંસાધનોથી રકમ ચૂકવવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ રાશિ ચૂકવ્યાની સાથે જ કેન્દ્ર પાંચ વર્ષો માટે નિર્ધારિત સંપૂર્ણ કંપેન્સેશન વળતર ઉપકરને મુક્ત કરશે જે GST(રાજ્યોનું કેંપેન્સેશન) એક્ટ 2017 અંતર્ગત નક્કી કરવામાં આવેલ હતું.
કેટલીક વસ્તુઓમાં GSTનાં દરો ઘટશે
આ સિવાય તેમણે એલાન કર્યું કે SUGARCANE RAAB પર જીએસટીનાં દરને 18% ઘટાડીને પાંચ અથવા શૂન્ય કરી દેવામાં આવશે. આ સિવાય પેન્સિલ શાર્પનર પર GSTને 18%થી ઘટાડીને 12% કરવાનું એલાન પણ કર્યું છે. એટલું જ નહીં તેમણે ડ્યૂરેબલ કંટેનર પર લાગતાં ટેક્સ ટ્રેકિંગ ડિવાઈઝ કે ડેટા લોગર્સ પર પણ GSTને 18%થી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યું છે. (શરતો લાગુ)
ટેક્સેશન સિસ્ટમમાં બદલાવ
GST કાઉન્સિલની બેઠકમાં ટેક્સેશન સિસ્ટમમાં બદલાવ કરવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ ચોરી રોકવા માટે ટેક્સેશન સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવ્યાં છે. પહેલા પ્રોડક્શન પર Ad Valorem Tax લાગતો હતો.