બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટની ઘટના બાદ મોરબી અને જુનાગઢમાં તંત્રની કાર્યવાહી, ગેમિંગ ઝોન બંધ કરવાના આદેશ

logo

દિલ્હીની ચિલ્ડ્રન હોસ્પિટલમાં ‘અગ્નિકાંડ’, 6 નવજાત બાળકોના મોત, 5ની હાલત ગંભીર

logo

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં 33 હોમાયા, મૃત્યુઆંક વધવાની શક્યતા

logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

VTV / nirbhaya rapist lawyer international court of jusitce against execution

નિર્ભયા કેસ / રાષ્ટ્રપતિ અને સુપ્રીમે ઝટકો આપતાં નિર્ભયાના દોષિતો જીવ બચાવવા પહોંચ્યા અહીં, શું થશે?

Mehul

Last Updated: 05:01 PM, 16 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નિર્ભયા સામૂહિક બળાત્કારના દોષિત ફાંસીની વિરુદ્ધ હવે આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ)ની શરણમાં પહોંચ્યા છે. દોષિતોના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખ્યો છે. પત્રમાં 20 માર્ચે થનારી ફાંસી પર રોકની માંગ કરાઇ છે.

  • નિર્ભયા સામૂહિક બળાત્કારના દોષિતના વકીલ એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખ્યો
  • એપી સિંહે આંતરરાષ્ટ્રીય કોર્ટને પત્ર લખીને 20 માર્ચે થનારી ફાંસી પર રોકની માંગ કરી

આ પત્રમાં માંગ કરવામાં આવી છે કે નીચલી કોર્ટના તમામ રેકોર્ડ કોર્ટ પોતાની પાસે મંગાવે જેથી તે પોતાનો પક્ષ આંતરરાષ્ટ્રીય કોર્ટમાં રાખી શકે. પત્ર નેધરલેન્ડના દૂતાવાસને આપવામાં આવ્યો છે, જે આઇસીજેને મોકલવામાં આવ્યો છે. 

આ પહેલા દોષિત મુકેશ સિંહને સુપ્રીમ કોર્ટથી ઝટકો લાગ્યો છે. ફાંસી રોકવાની તેની એક કોશિશ નિષ્ફળ નીવડી છે. નિર્ભયા ગેંગરેપ મામલામાં દોષિત મુકેશની અંતિમ ચાલ પણ કામમાં આવી નથી. સુપ્રીમ કોર્ટે તેને ઝટકો આપતા કહ્યું કે ફરીથી ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક નહીં મળે. જસ્ટિસ અરુણ મિશ્રા અને જસ્ટિસ એમ આર શાહની પીઠે દોષિત મુકેશની અરજી ફગાવી દીધી. 

મુકેશે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો હતો કે તેની પૂર્વ વકીલ વૃંદા ગ્રોવરે તેના પર દબાણ નાંખીને ક્યૂરેટિવ અરજી દાખલ કરાવી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક આપવામાં આવે. પરંતુ કોર્ટે તેની અરજીને ફગાવી દીધી હતી. હવે મામલાના તમામ દોષિતોને 20 માર્ચની સવારે 5.30 વાગ્યે જ ફાંસી અપાશે. કોર્ટે કહ્યું કે દોષિત પોતાની તમામ તક પૂર્ણ કરી ચૂક્યો છે. તેની પાસે કોઇપણ કાયદાકીય અધિકાર રહ્યો નથી. 

નોંધનીય છે કે, મુકેશે પોતાની અરજીમાં આરોપ લગાવ્યો છે કે તેની પૂર્વ વકીલ વૃંદા ગ્રોવરે તેના પર દબાણ નાંખીને ક્યૂરેટિવ અરજી દાખલ કરાવી હતી. મુકેશે સુપ્રીમ કોર્ટમાં માંગ કરી હતી કે તેને ફરીથી ક્યૂરેટિવ અરજી અને દયા અરજી દાખલ કરવાની તક આપવામાં આવે. એમએલ શર્માના માધ્યમથી દાખલ અરજીમાં મુકેશ સિંહે અરજી દાખલ કરવાની તારીખથી ત્રણ વર્ષ સુધી ક્યુરેટિવ પીટિશન દાખલ સમય મર્યાદાનો દાવો કર્યો હતો. મુકેશની પુનર્વિચાર અરજીને સુપ્રીમ કોર્ટે જુલાઇ 2018માં ફગાવી દીધી હતી. 

 

સંકળાયેલા મુદ્દાઓ

ICJ National News Nirbhaya Gangrape case Supreme Court સુપ્રીમ કોર્ટ Nirbhaya Case
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ