Nirbhaya Gang Rape Case Delhi High Court Convict Pawan Juvebile Plea today
નિર્ભયા કેસ /
24 જાન્યુઆરી નહીં, આજે જ થશે નિર્ભયાના દોષીની અરજી પર સુનાવણી, હાઈકોર્ટે પાછો લીધો નિર્ણય
Team VTV11:07 AM, 19 Dec 19
| Updated: 11:54 AM, 19 Dec 19
નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવનકુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. પહેલાં દિલ્હી હાઈકોર્ટે સુનાવણી માટે 24 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. પરંતુ નિર્ભયાના વકીલની દખલના કારણે હવે આજે જ સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
નિર્ભયા કેસમાં આજે સુનાવણી ટળી
દોષી પવન કુમારની અરજી પર વકીલે માંગ્યો સમય
નિર્ભયાના વકીલની દલીલને કારણે આજે જ થશે સુનાવણી
નિર્ભયાના વકીલની દલીલ પર હાઈકોર્ટે બદલ્યો નિર્ણય
નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવનકુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી કરવામાં આવશે. પહેલાં દિલ્હી હાઈકોર્ટે સુનાવણી માટે 24 જાન્યુઆરી સુધી ટાળી દીધી હતી. પરંતુ નિર્ભયાના વકીલની દખલના કારણે હવે આજે જ સુનાવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ પવન કુમારના વકીલની દલીલના કારણે કોર્ટે લીધો હતો આ નિર્ણય
નિર્ભયા ગેંગરેપ કેસમાં દોષી પવન કુમાર ગુપ્તાની અરજી પર આજે સુનાવણી ટાળી દેવામાં આવી છે. આ સુનાવણી હવે 24 જાન્યુઆરીના રોજ કરવામાં આવશે, પવનના વકીલ એપી સિંહે નવા દસ્તાવેજ રજૂ કરવાનો સમય માંગ્યો હતો અને તેના આધારે કોર્ટે સુનાવણી ટાળી છે.
Delhi High Court has adjourned hearing for 24th January, 2020 as convict Pawan Kumar Gupta's lawyer Advocate AP Singh has sought time to file fresh documents in the matter. https://t.co/p31zmIP5ki
સુનાવણી ટાળ્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે હવે 24 જાન્યુઆરી સુધી પવનને ફાંસી આપવામાં આવશે નહીં. આ પહેલાં દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને પવને પોતાને સગીર ગણાવ્યો હતો. પોતાની અરજીમાં પવને કહ્યું કે 2012માં તે સગીર હતો અને તેની સાથે કિશોર ન્યાય કાયદાના આધારે વર્તન કરવામાં આવે.
નિર્ભયા ગેંગરેપ કેસમાં ફાંસીની સજા મેળવેલા પવન ગુપ્તાએ પોતાની અરજીમાં દાવો કર્યો છે કે તે ડિસેમ્બર 2012માં થયેલી ઘટના સમયે સગીર હતો અને ટ્રાયલ કોર્ટે ખોટી રીતે તેની વિરુદ્ધમાં કામ કર્યું છે. અરજીમાં એ પણ કહેવાયું છે કે ટ્રાયલ કોર્ટે એક સગીરના આધારે તેના અધિકારોને છીનવ્યા છે.
પહેલાં નકારી દેવામાં આવી હતી અરજી
પવને પોતાની અરજીમાં પોતાને ઘટના સમયે સગીર હોવાનો દાવો કર્યો છે. અરજી 2017માં દિલ્હી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. નિચલી અદાલતે આ અરજીને નકારી હતી અને સાથે જ તેણે હાઈકોર્ટને અપીલ કરી હતી. નિર્ભયાના ગુનેગારોમાંથી એક પવન કુમારે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવાનો દાવો કર્યો હતો અને ડિસેમ્બર 2012માં ઘટના સમયે તે સગીર હતો. તપાસ અધિકારીએ ઉંમર તપાસ માટે મેડિકલ પરીક્ષણ કરાવ્યું ન હતું. જેના કારણે તેને જુવેનાઈલ જસ્ટિસ એક્ટના આધારે સંદેહનો લાભ આપવામાં આવે.
દયા યાચિકા અરજી માટે 7 દિવસ
નિર્ભયા ગેંગરેપ કેસના ચારેય દોષીઓને દયા યાચિકા અરજી દાખલ કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. પટિયાલા હાઉસ કોર્ટે બુધવારે સુનાવણી સમયે તિહાડ જેલ પ્રશાસનને નોટિસ આપી છે. આ નોટિસમાં દોષીઓને 7 દિવસનો સમય આપવામાં આવશે. જેમાં તેઓ પોતાની દયા અરજી દાખલ કરી શકે છે. આ કેસમાં સુનાવણી 7 જાન્યુઆરીએ થશે.