બ્રેકિંગ ન્યુઝ
VTV / Nirbhaya convict lawyer opposes mercy plea stating petition was not signed by convict akshay
Shalin
Last Updated: 06:31 PM, 6 February 2020
ADVERTISEMENT
નિર્ભયા કેસના દોષિત અક્ષયે ફાંસી થી બચવા માટે નવી યુક્તિ અપનાવી છે. અક્ષયના વકીલ એ.પી.સિંઘના કહેવા મુજબ અક્ષયે 1 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિને એક પત્ર લખીને જણાવ્યું હતું કે તેની દયા અરજી રાષ્ટ્રપતિ સમક્ષ તેની સહી વિના જ દાખલ કરવામાં આવી હતી. તેથી આ દયાની અરજીને ધ્યાનમાં ન લેવામાં આવે.
ADVERTISEMENT
અક્ષયના વકીલ એ.પી.સિંઘના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ ભવન ખાતે સ્વીકૃતિની મહોર લાગેલા પત્રમાં જણાવાયું છે કે 31 જાન્યુઆરીએ દાખલ કરેલી દયા અરજીમાં અક્ષયની સહી અથવા અંગૂઠાની છાપ નથી. આ અરજી તિહાર જેલ વહીવટીતંત્ર દ્વારા પ્રમાણિત પણ નથી. તેમજ આરોપીની આર્થિક સ્થિતિ અને કેસની સંપૂર્ણ જાણકારીને ધ્યાનમાં રાખ્યા વિના જ ઉતાવળમાં અરજી કરવામાં આવી હતી.
આ જ સમયે આ કેસમાં દિલ્હી સરકારે પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી છે અને ડેથ વોરંટની માંગ કરી છે. તિહાર જેલ પ્રશાસને પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરી હતી અને ચારેય દોષિતો સામે નવું ડેથ વોરંટ જાહેર કરવાની માંગ કરી છે. તિહાર જેલ પ્રશાસને તેની અરજીમાં કહ્યું છે કે રાષ્ટ્રપતિ દ્વારા અક્ષય, મુકેશ અને વિનયની દયા અરજી નામંજૂર કરવામાં આવી છે.
તિહાર જેલના પ્રશાસને દલીલ હતી કે કોઈ પણ ફોરમમાં કોઈ દોષીની કોઈ અરજી પેન્ડિંગ નથી, તેથી નવું ડેથ વોરંટ જાહેર કરવામાં આવે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.