બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / nirbhaya case convicts hanging pawan kumar curative petition

નિર્ભયા કેસ / રાષ્ટ્રપતિએ પવન ગુપ્તાની દયાની અરજી ફગાવી, નિર્ભયાના ગુનેગારોને આવતીકાલે ફાંસી થવાની સંભાવના

Last Updated: 06:03 PM, 2 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપતિએ નિર્ભયા કેસના પવન ગુપ્તાની દયાની અરજી ફગાવી દીધી છે. ત્યારે હવે આવતીકાલે સવારે 6 વાગે નિર્ભયાના દોષિતોને ફાંસી આપવાની સંભાવના દેખાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે પવન ગુપ્તાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સમક્ષ દયાની અરજી કરી હતી. જેને આજરોજ રાષ્ટ્રપતિએ ફગાવી દીધી હતી.

  • નિર્ભયાને મળશે ન્યાય
  • રાષ્ટ્રપતિએ પવનની દયાની અરજી ફગાવી
  • આવતીકાલે સવારે 6 વાગે ગુનેગારોને અપાઇ શકે ફાંસી 

અક્ષયની અરજી પણ ફગાવી દેવાઇ

નવી દિલ્હીની પટિયાલાહાઉસ કોર્ટે નિર્ભયા ગેંગરેપ અને હત્યાના મામલા દોષિત અક્ષયની અરજી ફગાવી દીધી છે. અક્ષયે ફાંસીની તારીખ ટાળવાની માંગણી કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટે ચારેય દોષીઓનું 3 માર્ચે ડેથ વોરંટ ઇશ્યુ કરી દીધું છે.

કોર્ટે કહ્યું કે તમામ અરજી અંતિમ સમયે જ કેમ કરો છો

ગુનેગારોના વકીલ વારંવાર ફાંસી નજીક હોય ત્યારે કોઈને કોઈ ગુનેગારની અરજી દાખલ કરી 2 વાર ઈસ્યૂ થયેલા ડેથ વોરન્ટને અટકાવી ચૂક્યાં છે. તેમણે ફરીથી ત્રીજા ડેથ વોરન્ટમાં નક્કી કરાયેલ 3 માર્ચની તારીખ નજીક હતી ત્યારે પવનની ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી હતી. ફાંસી રોકવાના કાયદાની આડમા કરવામાં આવતા પેંતરાને લઈને કોર્ટે સુનાવણી કરતી સમયે વકીલ એ.પી.સિંહને ફટકાર લગાવતા કહ્યું કે તમામ અરજી અંતિમ સમયે જ કેમ કરો છો.

3 માર્ચના ચારેય ગુનેગારોને ફાંસી આપાવનો કોર્ટે આપ્યો છે આદેશ

ફાંસીથી બચવા નિર્ભયાના ગુનેગારો જેલમાં પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. ગુનેગાર વિનયે પોતાને ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. વિનયે જેલની દિવાલ સાથે માથુ અથડાવી ઈજા પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે વિનયને સામાન્ય ઇજા પહોંચી છે. આ કેસના ચારેય ગુનેગારોને ફાંસીની સજા મળી છે. ત્રીજી વખત ઈસ્યુ થયેલા ડેથ વોરન્ટમાં 3 માર્ચના ચારેય ગુનેગારોને ફાંસી અપાશે.

શું હતી આ આખી ઘટના

નોંધનીય છે કે 16 ડિસેમ્બર 2012ની રાત્રે 23 વર્ષની એક પેરામેડિકલ સ્ટૂડન્ટ પોતાના મિત્રની સાથે દક્ષિણ દિલ્હીના મુનિરકા વિસ્તારમાં બસ સ્ટેન્ડ પર ઉભી હતી. બંને ફિલ્મ જોઇને ઘરે પરત ફરવા માટે પબ્લિક ટ્રાન્સપોર્ટની રાહ જોઇ રહ્યા હતા. આ દરમિયાન તેઓ ત્યાંથી પસાર થઇ રહેલી એક પ્રાઇવેટ બસમાં સવાર થઇ ગયા. આ ચાલુ બસમાં એક સગીર સહિત 6 લોકોએ યુવતી પર બર્બરતાથી મારપીટ અને ગેંગરેપ કર્યો હતો. 

ત્યારબાદ તેઓએ પીડિતાને ચાલતી બસમાંથી ફેંકી દીધી હતી. ખરાબ રીતે ઘાયલ યુવતીને વધુ સારી સ્વાસ્થ્ય સુવિધા માટે એર લિફ્ટ કરી સિંગાપુર લઇ જવામાં આવી હતી. અહીં 29 ડિસેમ્બર 2012માં હોસ્પિટલમાં તેનું મોત થઇ ગયું હતું. ઘટના બાદ પીડિતાને કાલ્પનિક નામ 'નિર્ભયા' આપવામાં આવ્યું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Curative Petition Pawan kumar nirbhaya case નિર્ભયા કાંડ નિર્ભયા કેસ ફાંસી Nirbhaya Case
Kavan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ