nirbhaya case convict vinay sharma being slow poisoned claims lawyer ap singh
કોર્ટ /
નિર્ભયાના દોષિતને આપવામાં આવ્યું ધીમુ ઝેર : વકીલ, દોષિત વિનયે બનાવેલી પેન્ટિંગ-ડાયરી કોર્ટમાં રજૂ કરાઇ
Team VTV02:34 PM, 25 Jan 20
| Updated: 07:10 AM, 26 Jan 20
ફાંસીની સજા ટાળવા માટે નિર્ભયાના દોષિત અને તેમના વકીલ એક પછી એક ચાલ ચાલી રહ્યા છે. આજે પટિયાલા હાઉસ કોર્ટમાં સુનાવણી દરમિયાન દોષિત પક્ષના વકીલ એપી સિંહે દાવો કર્યો કે જેલમાં દોષિત વિનય શર્માને ધીમુ ઝેર આપવામાં આવ્યું.
ફાંસીની સજા ટાળવા નિર્ભયાના દોષિત અને તેમના વકીલની એક પછી એક ચાલ
જેલમાં રહીને નિર્ભયાના દોષિત વિનયે એક ડાયરી લખી છે
બીજી તરફ સરકારની પક્ષના વકીલનું કહેવું છે કે, તિહાડ જેલ તંત્રે દોષિતો સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સમય પર સોંપવામાં આવ્યા છે. કોર્ટે અરજીનો નિકાલ કરી દીધો અને કહ્યું કે તમામ દસ્તાવેજ સોંપવામાં આવ્યા છે, કોઇ નવા નિર્દેશની જરૂર નથી. જેલ તંત્રે દોષિત વિનયની ડાયરી અને પેન્ટિંગને પણ કોર્ટમાં રજૂ કર્યા અને સિંહને પણ સોંપવામાં આવ્યા.
જેલમાં રહીને નિર્ભયાના દોષિત વિનયે એક ડાયરી લખી છે. સરકારી વકીલ અનુસાર દોષિત વિનયની ડાયરીનું નામ 'દરિન્દા ડાયરી' (હિન્દી ટાઇટલ મુજબ) છે. દોષિત વિનય પેન્ટિંગ પણ બનાવે છે. આજે સુનાવણી દરમિયાન જેલ અધિકારીઓની તરફથી ડાયરી અને પેન્ટિંગ કોર્ટમાં રજૂ કરવામાં આવી. સરકારી વકીલે કહ્યું કે, દોષિતના વકીલને પેન્ટિંગ અને ડાયરી સોંપવા માટે તૈયાર છીએ અને તેમની પાસે તેની સિવાય વધુ કોઇ દસ્તાવેજ નથી.
દોષિતોના વકીલનો દાવો, વિનયને આપવામાં આવ્યું ધીમુ ઝેર
દોષિતોના વકીલ એપી સિંહે કોર્ટમાં દાવો કર્યો કે તેમના ક્લાઇન્ટ વિનયને જેલ તંત્ર દ્વારા ધીમુ ઝેર આપવામાં આવ્યું છે. તેઓએ કહ્યું કે, ધીમા ઝેર આપવાને કારણે વિનયની તબિયત બગડી હતી અને તેને હોસ્પિટલમાં ભરતી કરવાયો હતો. તેઓએ કહ્યું કે, હજુ સુધી તેમને મેડિકલ રિપોર્ટ મોકલવામાં આવી નથી. જેલ તંત્રે ડાયરી અને પેન્ટિંગ તેમને સોંપી દીધી છે.
સરકારી વકીલ બોલ્યા, દોષિતોના તમામ દસ્તાવેજ સોંપવામાં આવ્યા
સરકારી વકીલે દોષિતોના વકીલને દસ્તાવેજ નહીં સોંપવાના દાવાને ફગાવી દેતા કહ્યું કે તમામ જરૂરી દસ્તાવેજ જેલ તંત્રને સોંપવામાં આવી ચૂક્યા છે. દોષિતોના વકીલ પહેલા પણ ઘણીવાર કોર્ટમાં સુનાવણીમાં જરૂરી દસ્તાવેજ નહીં મળવાને લઇને જુઠ્ઠા આરોપ લગાવતા રહ્યા છે.
મેડિકલ ડૉક્યુમેન્ટ્સની માંગ
સુનાવણી દરમિયાન એપી સિંહે કહ્યું કે, દોષિત વિનયની સ્થિતિ હાલ સારી નથી. દોષિતોના વકીલે કહ્યું કે, હાલ તમામ દોષિતોને જેલ 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે જે રિકોર્ડ અમારે જોઇએ છીએ તે જેલ 4 અને 2માં છે. આ રેકોર્ડ્સ કેમ આપી રહ્યા નથી. 24 મે 2013ની મેડિકલ ડૉક્યુમેન્ટ્સ જોઇએ. વિનયની પણ મેડિકલ ડૉક્યુમેન્ટ્સ જોઇએ.
દોષિતોનું બદલાઇ ગયું છે વર્તન
નિર્ભયાના દોષિતોની ફાંસીની તારીખ હવે નજીક છે. દોષિતોના વર્તનમાં બદલાવ આવ્યો છે. ત્યારે એવામાં તેઓ ખુદને નુકશાન ન પહોંચાડી દે, એ માટે જેલ તંત્ર માટે આ કામ સૌથી મોટો પડકાર બની ગયો છે. જેલ તંત્ર પુર્ણ સાવધાની રાખી રહ્યું છે.