Big Breaking /
ભારતની મોટી જીત: નીરવ મોદીને દેશમાં લાવવાનો રસ્તો સાફ,લંડન હાઇકોર્ટે ભાગેડુની અરજી ફગાવી
Team VTV04:29 PM, 09 Nov 22
| Updated: 04:41 PM, 09 Nov 22
ભાગેડું નીરવ મોદીને થોડાં જ સમયમાં ભારત લાવવામાં આવશે. બ્રિટનનાં હાઇકોર્ટે આ બાબતની લીલી ઝંડી દેખાડી છે. હાઇકોર્ટ તરફથી એ યાચિકાને નામંજૂર કરી દેવાયું છે કે જેમાં પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરવામાં આવી હતી.
નિરવ મોદી આવશે ભારત
બ્રિટન હાઇકોર્ટે આપ્યાં ગ્રીન સિગ્નલ
કોર્ટે નીરવની યાચિકાને કરી નામંજૂર
બ્રિટન: કોર્ટે કહ્યું કે, 'નીરવનું પ્રત્યાર્પણ કોઇપણ રીતે અન્યાયપૂર્ણ કે દમનકારી નહીં હોય.' કોર્ટે નિરવ મોદીને ભારત મોકલવાનાં મુદા્ને ગ્રીન સિગ્નલ આપ્યાં છે.
ડિપ્રેશનનો શિકાર છે નીરવ મોદી
ભારત લાંબા સમયથી નીરવ મોદીનાં પ્રત્યાર્પણની રાહ જોઇ રહ્યું હતું, પરંતુ બ્રિટનની શરણે બેઠેલી નીરવ મોદી એ એક્શનથી બચવા માટે વારંવાર નવા-નવા નુસ્ખા અજમાવતો હતો. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનાં વકીલ જણાવી રહ્યાં છે કે તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારત જેલમાં જેવી સ્થિતિ છે કે તે ત્યાં આપઘાત પણ કરી શકે છે. આ તર્કનાં આધારે જ તેનાં પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ હાઇકોર્ટે સુનાવણી બાદ નીરવ મોદીની યાચિકાને નામંજૂર કરી છે.
Nirav Modi loses appeal as UK High Court orders extradition to India to face fraud and money laundering charges
નીરવ મોદી:
Firestar ડાયમંડ કંપનીના સ્થાપક નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંકના 13000 કરોડના કૌભાંડનો સહઆરોપી છે. આ ઉપરાંત તેણે કેલીફોર્નિયા રાજ્યમાં પણ 4.2 મિલિયન ડોલરનું કૌભાંડ આચર્યું છે. 2018માં દેવાળિયા જાહેર થવાની અરજી કરી ચુકેલો નીરવ હજુ પણ સરકારની પકડની બહાર છે. તેની પણ 1400 કરોડથી વધુની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવી છે.