બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 5 મહિલાઓ સહિત 9ના મોત, ગુજરાત માટે આજનો દિવસ બન્યો 'રક્તરંજીત મંગળવાર'!
Last Updated: 01:16 PM, 9 June 2026
મહારાષ્ટ્રના અમલનેર નજીક ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં તાપી જિલ્લાના વ્યારાના મહાજન પરિવારને દુઃખદ આંચકો લાગ્યો છે. આ અકસ્માતમાં પરિવારના પાંચ સભ્યોના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે એક સભ્યને ગંભીર ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વ્યારાના મહાજન પરિવારના 5 સભ્યોના મોત
પ્રાપ્ત માહિતી મુજબ, મહાજન પરિવાર મહારાષ્ટ્રમાં એક સગાઈ પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યો હતો. તે દરમિયાન અમલનેર નજીક તેમની કાર અન્ય બે વાહનો સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઘટનાસ્થળે જ અનેક લોકોના મોત થયા હતા.
ADVERTISEMENT

મૃતકો અને ઈજાગ્રસ્તોના નામ
ADVERTISEMENT
મૃતકોમાં અનિતા મહાજન, નિર્મલા મહાજન, નંદલાલ મહાજન અને સુરેશ મહાજન સહિત પરિવારના કુલ પાંચ સભ્યોનો સમાવેશ થાય છે. જ્યારે આદિત્ય મહાજનને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી
ADVERTISEMENT
ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને બચાવ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી. મહારાષ્ટ્ર પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ADVERTISEMENT
પરિવારજનોમાં શોકનો માહોલ
આ દુર્ઘટનાના સમાચાર વ્યારા શહેરમાં પહોંચતા શોકની લાગણી પ્રસરી ગઈ છે. મહાજન પરિવાર પર આવેલા આ દુઃખદ સંજોગોને લઈને સ્થાનિક સમાજ અને પરિવારજનોમાં ગમગીનીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT

રિક્ષામાં સવાર 3 મહિલાઓના ધટના સ્થળે મોત થતા આક્રંદ
સાબરકાંઠાના હરસોલ-ગાંભોઈ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટનામાં 3 લોકોના મોત નિપજ્યા હતા. હિંમતનગર તાલુકાના હાથરોલ ગામ પાસે અકસ્માત સર્જાયો હતો. રીક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બેફામ આવતી કાર ચાલકે રીક્ષાને ટક્કર મારી હતી. અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ 3 વ્યક્તિઓના ઘટના સ્થળેજ મોત નિપજ્યા હતા. જ્યારે 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. રીક્ષામાં સવાર 3 મહિલાઓના ઘટના સ્થળે મોત થયા હતા. ગાંભોઈ પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો.

ટ્રકની અડફેટે ટ્રેક્ટરચાલક યુવકનું કમકમાટીભર્યું મોત
છોટાઉદેપુરના સુસ્કાલ ગામમાં ટ્રેક્ટર-ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાતર ખાલી કરી આવતા ટ્રેક્ટરને ટ્રકે જોરદાર ટક્કર મારી હતી. ટ્રકની અડફેટે ટ્રેક્ટર ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. યુવકના મોતને લઈ પરિવારમાં શોકનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.