Nilesh gupta virtual live sex racket caught Vadodara gujarat
કોલસેન્ટર /
સંસ્કારીનગરી વડોદરામાં ગુજરાતનું પહેલુ વર્ચ્યુઅલ લાઇવ સેક્સ રેકેટ ઝડપાયું, આ રીતે જોડાતા હતા ગ્રાહકો
Team VTV08:00 PM, 24 Nov 20
| Updated: 08:01 PM, 24 Nov 20
સંસ્કારીનગરી વડોદરામાં ગુજરાતનું પહેલું વર્ચ્યુઅલ ઓનલાઇન સેક્સ રેકેટ ઝડપાયું છે. અકોટા વિસ્તારમાં PF ઓફિસ પાસેની શ્રી રેસિડેન્સીના મકાનમાં અને હાર્દિક ચેમ્બરના મકાનમાં ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે વેબસાઇટ પર ચાલી રહેલા વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટરને જે.પી.રોડ પોલીસે ઝડપી લીધું હતું. જુઓ કેવી રીતે ચાલતું હતું વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર...
આરોપી નિલેશ ગુપ્તાના 60 બેંક ખાતા છે, શેરબજારમાં મોટું રોકાણ
11 લેપટોપ, વેબ કેમેરા, મોબાઇલ, 2 ટીવી તથા 2 નંગ રાઉટર, 2 સેક્સ ટોયઝ અને અર્ટીંગા કાર મળી આવી
આરોપીઓ યુવતીઓને 20થી 25 હજાર રૂપિયા પગાર અને ઇન્સેટિવ દર મહિને આપતા હતા
રેય ડિઝાઇ્ન વર્લ્ડ નામની આર્કિટેકટ ડિઝાઇનિંગની કંપનીના ઓથા હેઠળ નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તા કારેલીબાગની અમી પરમાર નામની યુવતીની સાથે મળીને વર્ચ્યુઅલ સેક્સ રેકેટ ચલાવતો હતો. બંને જણ પોતાના અને ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ દ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ દ્વારા લાઇવ અંગ પ્રદર્શન કરાવી લાઇવ સેક્સ રેકેટ ચલાવતા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. જેના આધારે પોલીસે બંને મકાનમાં દરોડા પાડી 2 યુવતીની સાથે નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાને ઝડપી લીધો હતો અને લાઇવ સેક્સ કોલસેન્ટરમાં ઉપયોગમાં લેવાયેલાં 11 લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, 2 ટીવી તથા 2 નંગ રાઉટર, 2 સેક્સ ટોયઝ અને અર્ટીંગા કાર મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકોને આવી રીતે આકર્ષવામાં આવતા હતા
આરોપી નિલેશ ગુપ્તાની પૂછપરછમાં બહાર આવ્યું કે તે વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર માટે બહારથી યુવતીઓને બોલાવતો હતો. અમી પરમાર યુવતીઓને ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય-હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષી લાઇવ ચેટિંગ કરવા અને જરૂર જણાય ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપતી. ગ્રાહક ટોકન આપે ત્યારે તે ટોકન થકી તેને પૈસા મળતા હતા. આરોપીઓ યુવતીઓને 20થી 25 હજાર રૂપિયા પગાર અને ઇન્સેટિવ દર મહિને આપતા હતા. જે યુવતીઓ આરોપીના ચુંગલમાંથી નીકળવા માંગતી હતી તે યુવતીઓને આરોપીઓ નીકળવા દેતા ન હતા. આરોપીઓએ યુવતીના પાસપોર્ટ પોતાની પાસે જમા રાખ્યા હતા, જેથી યુવતી નીકળવા માંગે તો પાસપોર્ટ પરત ન આપવાની ધમકી આપતા હતા.
પોલીસથી બચવા આરોપીએ બીટકોઇનનો ઉપયોગ કર્યો
આરોપી પોલીસથી બચવા બીટકોઇનનો ઉપયોગ કરતો હતો, જેમાં પોલીસને 30 બીટકોઇનના સરનામાં મળ્યા છે. જ્યારે તેને અત્યાર સુધી 9.3 બીટકોઇન એટલે કે સવા કરોડના વ્યવહાર કર્યો છે. એક બીટકોઇનની કિંમત 15 લાખ રૂપિયાની છે.
આરોપીની પત્ની રશિયન નાગરિક છે, જેથી તેના પત્નીના નામે ખાતું ખોલાવી તે આર્થિક વ્યવહાર કરી રહ્યો હતો. આ ઉપરાંત આરોપીના 60 બેંક ખાતા છે, જેમાં 15 લાખની રકમ છે, તેમજ શેર બજારમાં આરોપીનું મોટું રોકાણ છે. હાલમાં પોલીસે સેક્સ કોલસેન્ટર ચલાવતા આરોપી નિલેશ ગુપ્તાની ધરપકડ કરી છે અને તેની સાગરીત અમી પરમારને વોન્ટેડ જાહેર કરી તેની શોધખોળ શરૂ કરી છે.
સંસ્કારી નગરીમાં ચાલી રહેલા ઓનલાઈવ સેક્સ રેકેટનો જેપી પોલીસે પર્દાફાશ કર્યો છે. જોકે આ રેકેટમાં કેટલી યુવતીઓને સંડોવી હતી અને કેવી રીતે તેઓનો ઉપયોગ કરાતો હતો તે દિશામા તપાસ હાથ ધરી છે. સાથે જ આરોપી અને તેની પત્નીના ખાતામાં અત્યાર સુધી કેટલા નાણા જમા કર્યા છે તેની તપાસ હાથ ધરી છે.