એક તરફ ગુજરાત સહિત દેશમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ કેટલાક શોખીનો 31st ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે 31stની પાર્ટીનું પ્લાનિંગ કરતા પહેલા ચેતી જજો. રાજસ્થાન, દીવ અને દમણ જતા પહેલા પણ વિચારજો. જાણો શું છે કારણ...
ગુજરાતવાસીઓ રાજસ્થાન અને દીવ જતા ચેતજો
31st ડિસેમ્બરની પાર્ટીની ઉજવણીનુ પ્લાનિંગ કરતા પહેલા ચેતજો
દીવ પ્રશાસનની રાત્રિ કર્ફ્યુને લઇને વિચારણા
ખાવા-પીવાનાં શોખીનો 31stની પાર્ટીની તૈયારી કરી રહ્યા છે. આ લોકો દારૂની છૂટ ધરાવતા રાજ્યના પડોશમાં આવેલા રાજ્ય રાજસ્થાન, સંઘપ્રદેશ દીવ અને દમણ તરફ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. પરંતુ આ પ્લાનિંગ કરતા પહેલા ચેતી જજો. કારણ કે રાજસ્થાન સરકારે 31stની રાત્રે કર્ફ્યુ લગાવી દીધો છે. તો દીવ પ્રશાસન પણ રાત્રિ કર્ફ્યુને લઇને વિચારણા કરી રહ્યું છે. તો દમણ બોર્ડર પર આવેલા વલસાડ જિલ્લાની પોલીસ પણ 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણીને લઇ વિશેષ પ્લાનિંગ કરી રહી છે. જે અંતર્ગત આ વખતે 31મી ડિસેમ્બર પહેલાં સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીની હદ પર આવેલી તમામ ચેકપોસ્ટના ઉપર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ વાહન ચેકિંગ સહિતની પોલીસની વિશેષ ડ્રાઈવ પણ યોજાશે. જે અંતર્ગત જિલ્લાભરની પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગ હાથ ધરવામાં આવશે.
રાજસ્થાનમાં 31stની રાત્રે 8થી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ
કોરોના વાયરસના ખતરાને જોતા સરકારે 31 ડિસેમ્બરની રાત્રે થનારી ઉજવણીના જશ્નના તમામ કાર્યક્રમો પર પ્રતિબંધ લગાવી દીધો છે. ગૃહ વિભાગે આ સંબંધમાં આદેશ જાહેર કરી દીધો. સરકારે 31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરીની સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુનું એલાન કર્યું છે. આ કર્ફ્યુ તમામ નગર નિગમ, નગર પરિષદ અને એક લાખથી વધુ વસ્તીના શહેરોમાં લાગશે.
ગૃહ વિભાગના આદેશ અનુસાર, નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજન થનારા તમામ કાર્યક્રમ સમારોહ પર પ્રતિબંધ રહેશે. તેવામાં હવે કોઇ પણ હોટલ, રેસ્ટોરન્ટ, રિસોર્ટ, ફૉર્મ હાઉસ પર કોઇ પણ પ્રકારના કાર્યક્રમનું આયોજન નહીં કરી શકાય. આ સિવાય દીવાળીની જેમ આતશબાજી કરવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.