બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:09 AM, 19 January 2025
Nigeria Gas Tanker Blast: નાઈજીરીયા દેશમાંથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં એક ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતા ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં 70 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી ગયા છે.
ADVERTISEMENT
77 Person confirmed deåd, 25 others Injured as Fuel Tanker Explodes earlier today at Dikko Junction in Niger state😢💔 pic.twitter.com/J4qUCziPkK
— CHUKS 🍥 (@ChuksEricE) January 18, 2025
ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા
ADVERTISEMENT
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પેટ્રોલ ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થયો હતો જેના પગલે ભીષણ આગ લાગી હતી. ગંભીર રીતે દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આ સમાચારની પુષ્ટિ કરી છે.
આગને જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો
નોર્થ-સેન્ટરમાં નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગને જોઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી હતી. જેના કારણે પેટ્રોલ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા ભૂંજાયા હતા. આગ નજીક ઉભેલા લોકોને પણ લપેટમાં લીધી હતી.
વધુ વાંચો : આજથી લાગુ થશે ગાઝામાં યુદ્ધવિરામ, હમાસે જાહેર નથી કરી બંધકોની યાદી, નેતન્યાહૂએ આપી ધમકી
ગર્વનરે તપાસના આદેશ આપ્યા
નાઇજરના ગવર્નર મોહમ્મદ બાગોએ આ દુર્ઘટના પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'નાઇજર રાજ્યના ડિક્કો વિસ્તારમાં એક પેટ્રોલ ટેન્કરમાંથી ઇંધણ ચોરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થતા આગ ફાટી નીકળી હતી. જેમાં લગભગ 70 લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડ પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડને આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી.'
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.