બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:43 AM, 30 November 2024
ઉત્તરી નાઈજીરીયામાંથી એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. જ્યાં શુક્રવારે નાઈજર નદીના કિનારે એક મોટી હોડી પલટી જવાથી 27 લોકોના મોત નિપજ્યા હોવાની જાણકારી મળી હતી. આ ઉપરાંત 100 થી વધુ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે.
ADVERTISEMENT
At least 27 people died and more than 100, mostly women, were missing on Friday after a boat transporting them to a food market capsized along the River Niger in northern Nigeria. About 200 passengers were on the boat that was going from the state of Kogi to the neighbouring…
— ANI (@ANI) November 29, 2024
નાઇજર સ્ટેટ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના પ્રવક્તા ઇબ્રાહિમ ઓડુએ જણાવ્યું હતું કે બોટ ડૂબી જવાના સમયે, બોટમાં લગભગ 200 મુસાફરો હતા જે કોગી રાજ્યથી પડોશી નાઇજર રાજ્ય જઈ રહ્યા હતા. અકસ્માતના સમાચાર ફેલાતાં નાસભાગ વધી ગઈ હોવાનું નોંધીને નેશનલ ઇનલેન્ડ વોટરવેઝ ઓથોરિટીના પ્રવક્તા મકામા સુલેમાને જણાવ્યું હતું કે બોટમાં મુખ્યત્વે મધ્ય કોગી રાજ્યના મીસા સમુદાયના વેપારીઓ હતા. જેઓ પડોશી નાઈજર રાજ્યમાં સાપ્તાહિક બજારમાં જઈ રહ્યા હતા. તેમણે કહ્યું કે બચાવ કાર્ય હજુ ચાલુ છે.
ADVERTISEMENT
બોટ ક્ષમતા કરતાં વધુ ભરેલી હતી
દુર્ઘટના અંગે અધિકારીઓએ જણાવ્યું કે બોટમાં 200થી વધુ લોકો સવાર હતા. આના પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે બોટમાં તેની ક્ષમતા કરતા વધુ મુસાફરો હતા. જો કે આ સિવાય અધિકારીઓએ બોટ ડૂબી જવાના અન્ય કોઈ કારણની પુષ્ટિ કરી નથી.
વધુ વાંચો : ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ ખતમ, સીઝફાયર ડીલને મળી મંજૂરી, હવે લેબનોનમાં અટકશે હુમલાઓ
તમને જણાવી દઈએ કે નાઈજીરિયાના દૂરના વિસ્તારોમાં ભારે ભીડ અને ખરાબ રસ્તાઓને કારણે લોકો પાસે કોઈ વૈકલ્પિક રસ્તો નથી. આ કારણોસર, ત્યાંના મોટાભાગના લોકો બજાર અથવા અન્ય કોઈ કામ માટે બોટ દ્વારા મુસાફરી કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.