અમેરિકા બાદ એશિયાઇ બજારોમાં જોરદાર તેજીને કારણે ભારતીય સ્થાનિક શેરબજાર પણ દિવસની નવી ઊંચાઇ પર પહોંચીને બંધ થયું હતું. BSEનો 30 શેરવાળો મુખ્ય ઇન્ડેક્ષ સેન્સેક્સ 2476 વધીને 30,067 પર બંધ થયો હતો. તો આ તરફ NSEનો 50 શેર ધરાવતો પ્રમુખ ઇન્ડેક્સ 702 અંકના જોરદાર વધારા સાથે 8,785ના સ્તરે ક્લોઝ થયો હતો. છેલ્લા 10 વર્ષમાં આ એક દિવસની સૌથી મોટી તેજી છે.
શેરબજારમાં જોરદાર તેજી
વૈશ્વિક શેરબજારની જોવા મળી અસર
રોકાણકારોનો થયો ફાયદો
એક્સપર્ટના જણાવ્યા અનુસાર, દુનિયાભરમાં તેજી ઝડપથી પરત ફરી રહી છે. તેનો એક ફાયદો ભારતને પણ થયો છે. આ તેજીમાં રોકાણકારોને 8 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. આપને જણાવી દઇએ કે, ટકાવારીના આ અંદાજ મુજબ 10 વર્ષની સૌથી મોટી તેજી છે.
આ કારણે જોવા મળી શેરબજારમાં તેજી ?
અમેરિકાના શેરબજારોમાં પણ ઉછાળો
કોરોનાના નવા કેસોની ઝડપ ઘટવાથી અમેરિકાના બજારોમાં 7 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. ગઇકાલે Dow 1600 અંકથી વધીને બંધ થયો હતો તો વેપારમાં S&P 500, Nasdaq પણ આશા કરતા વધુ વધ્યા હતા.
કાચા તેલની કિંમતોમાં તેજીથી સહારો
ક્રૂડ પ્રોડક્શન કટ પર સહમતિ થવાના સંકેત મળી રહ્યા છે. નોંધનીય છે કે, તેના પર રશિયા અને સઉદી અરબની વચ્ચે કરાર સંભવ છે. નિષ્ણાતોના મતે કાચા તેલની કિંમતોમાં તેજીથી અનેક દેશોની અર્થવ્યવસ્થાને સહારો મળે છે. તો આ તરફ, કિંમતોમાં મોટા પાયે ઘટાડા થવાથી વધુ ફાયદો નહીં પરંતુ નુકસાન પણ વધુ છે. કારણે કે ભારતમાં રિફાઇનિંગ કંપનીઓની સાથો-સાથ કાચા તેલનું પ્રોડક્શન કરનારી કંપની પણ છે.
કોરોના વાયરસને પહોંચી વળવા માટે જાપાનમાં મોટા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. જાપાન સરકારે 75 લાખ કરોડ રૂપિયા(1 લાખ કરોડ ડોલર)ના રાહત પકેજની જાહેરાત કરી છે. આ તરફ કોરોનાનો ઇલાજ શોધવાના પણ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સંશોધનમાં ખબર પડી છે કે, એન્ટી પેરાસિટિક દવા કોરોનાના ઇલાજમાં ઉપયોગી નીવડી શકે છે.