પ્રિયંકા ચોપરાના બાળકોનો પિતા બનવા ઇચ્છે છે નિક!!

By : juhiparikh 03:04 PM, 10 August 2018 | Updated : 03:04 PM, 10 August 2018
પ્રિયંકા ચોપરા અને અમેરિકન સિંગર નિક જોનસનું રિલેશનશિપ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે આ વચ્ચે નિકે કહ્યુ કે, ''પિતા બનવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. '' આ વાત તેણે ન્યૂયોર્કમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન કહી. ચર્ચા તો એવી પણ થઇ રહી છે કે આ દમરિયાન નિકે સગાઇના સવાલનો જવાબ પણ હામાં આવી દીધો છે.


જી હા, વાસ્તવમાં હોલિવુડ સિંગર નિક જોનસ ન્યૂયોર્કમાં ઇવેન્ટમાં હતા. નિકે કહ્યુ કે, ''બાળકોને જન્મ આપવો મારા જીવનનો મહત્વનો ભાગ છે.'' આ દરમિયાન નિકની 2 ભત્રીજીઓ પણ સાથે હતી.

​​​​​​​

પ્રિયંકા અને નિક છેલ્લા 3 મહિનાથી રિલેશનશિપમાં છે. સૂત્રોનુસાર, બંનેએ સગાઇ પણ કરી લીધી છે. પ્રિયંકાને ઘણી વખત પબ્લિક ઇવેન્ટમાં પોતાની એગેજમેન્ટ રિંગ છુપાડતા જોવા મળી છે, પરંતુ આ મામલામાં નિક પ્રિયંકાથી અલગ છે. ત્યારે ગુરુવારે મીડિયાની સાથે વાતચીત દરમિયાન નિકે કહ્યું કે, ''હવે હું જલ્દી પોતાનો પરિવાર ઇચ્છું છુ. તેણે કહ્યું કે મારો પોતાનો પરિવાર હવે મારુ લક્ષ્ય છે. આ સ્વાભાવિક રીતે એવી વસ્તુ છે જે હવે હું ઇચ્છું છુ. આ સાથે જ તેણે કહ્યું કે તે લગ્ન અંગે હાલ કશુ કહી શકે તેમ નથી.''Recent Story

Popular Story