બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / માનવ તસ્કરીના કેસમાં NIAની ટીમ તપાસ માટે આવશે વડોદરા, જાણો શું છે સમગ્ર મામલો

ક્રાઈમ / માનવ તસ્કરીના કેસમાં NIAની ટીમ તપાસ માટે આવશે વડોદરા, જાણો શું છે સમગ્ર મામલો

Last Updated: 11:52 AM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ચકચારી એવા માનવ તસ્કરી કેસમાં NIA ની ટીમ દ્વારા વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા હતા.

માનવ તસ્કરી કેસમાં NIA દ્વારા વડોદરામાં દરાડો પાડવામાં આવ્યા છે. NIA ની ટીમ દ્વારા મનીષ બળવંતરાય હિન્ગુની ધરપકડ કરવામાં આવી છે. તેમજ ક્રાઈમ બ્રાન્ચે મનીષ હિંગૂને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે તેનાં રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસ દ્વારા તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીએ 200 લોકોને વિદેશ મોકલ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવવા પામ્યું હતું. સમગ્ર દેશભરમાંથી લોકોને છેતરીને કંબોડિયા મોકલ્યા હતા.

સમગ્ર મામલે NIA દ્વારા વડોદરામાં દરોડા પાડ્યા

તેમજ આ સમગ્ર કેસમાં મુખ્ય સૂત્રધાર બિહારનો ક્રિષ્ના પાઠક અને કંબોડિાનો વીક્કી છે. જેઓએ કંબોડિયામાં ચાઈનીઝ ઠગોનું સામ્રાજ્ય છે. તેમજ સાયબર ફ્રોડમાં 60 ભારતીયોનો ઉપયોગ કર્યો હોવાનો ખુલાસો થયો હતો. ભારત અને કંબોડિયાનાં એજન્ટો 2000 ડોલર કમાવવા માનવ તસ્કરીનો ખેલ ખેલતા હતા. તેમજ ભારતીય યુવકોને તેમનાં કામ બાબતે અંધારામાં રાખવામાં આવે છે. તેમજ પોલીસથી બચવા ઓનલાઈન ઠગો ભારતીય યુવકોને નવો મોબાઈલ આપે છે. તેમજ યુવકોને વિયેતનામ અને થાઈલેન્ડના સીમકાર્ડ આપે છે. જે લોકો કમાવી આપે તેમને પ્રોત્સાહન મળે છે. તેમજ જે ભારતીય યુવકો રેકેટમાં સગયોહ નથી આપતા તેમના પર અસહ્ય ત્રાસ ગુજારાય છે. યુવકોને ગોંધી રાખી ત્રાજ ગુજારવામાં આવે છે. આ સમગ્ર મામલે એનઆઈએ દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે. તેમજ એનઆઈએની ટીમ ફરી વડોદરા આવશે.

વધુ વાંચોઃ મુંબઈ-અમદાવાદ લાઈન પર જનારી ટ્રેનો 1થી 4 કલાક મોડી ઉપડશે, કેટલીક તો આંશિક રીતે રદ કરાઈ, જાણો કારણ

કોર્ટે આરોપીનાં રિમાન્ડ મંજૂર કર્યા

આ સમગ્ર મામલે ફરિયાદીને એક રૂમમાં ગોંધી રાખી તેને ધમકીઓ આપે તેમજ તેની સાથે છેંતરપિંડી કરી બે હજાર ડોલર બળજબરી પૂર્વક કઢાવી લીધા હતા. તેમજ યુનિક એમ્પ્લોયમેન્ટ સર્વિસ એમડી મનીષ હિંગું, ક્રિષ્ણા પાઠક અને વિયેતનામાં વિક્કી નામનાં એજન્ટે નોકરી આપવાની લાલચ આપી ભારતમાંથી વિયેતનામ અને કંબોડિયા લઈ જઈ માનવ તસ્કરી કરી ફરિયાદી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી લઈ છેંતરપીંડી આચરી હતી. આ કેસમાં પોલીસે મનીષ બળવંતરાય હિંગું (ઉ.વર્ષ 30) ની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા હતા.

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara News Human Trafficking Case NIA Team
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ