બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:52 PM, 6 November 2024
ટીવી એક્ટ્રેસ નિયા શર્મા અનેક વખત સમાચારોમાં આવતી રહેતી હોય છે. તે એક્ટિંગની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે. જેમાં તે ખુદના ગ્લેમરસ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. પરંતુ નિયા શર્માને અત્યારે તેની એક એડને લઈ ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. તેની આ એડ મહિલાઓના પ્રાઈવેટ પાર્ટ વિશે છે. આ એડ તેને પોતાની ઇન્સ્ટા IDમાં પણ શેર કરી છે. એડમાં એવું તો શું છે કે લોકો તેને નિશાન બનાવી રહ્યા છે? તે જાણીશું.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ વીડિયો શેર કર્યા બાદ નિયાને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે. જેમાં ખૂબ નેગેટિવ કૉમેન્ટ્સ આવી રહી છે. એક યુઝરે લખ્યું છે, "હવે ક્યાં મરી ગઈ અંદરની ફેમીનિસ્ટ, ક્યાં ગઈ બોડી પોઝિટીવિટીનું જ્ઞાન? બીજા યુઝરે લખ્યું કે, "આ ટોક્સિક કન્ટેન્ટ માટે તમને અનફોલો કરી રહ્યો છું". અન્ય એકે લખ્યું કે, "આ જનરેશનને મિસલીડ કરવાનું બંધ કરો".
ઉલ્લેખનીય છે કે, નિયા શર્મા એક લોકપ્રિય ટીવી એક્ટ્રેસ છે. જો તેના વર્ક ફ્રન્ટની વાત કરવી હોય તો તે ઘણી ટીવી સીરિયલ્સ સિવાય અનેક રિયાલિટી શોમાં પણ જોવા મળી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાથી તે પોતાના બોલ્ડ ફોટો અને વીડિયો દ્વારા ફેન્સનું ધ્યાન પોતાના તરફ ખેંચવામાં સફળ રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.