બ્રેકિંગ ન્યુઝ
VTV / nia raids in different places in india to find isi khalistani connection
Last Updated: 09:10 AM, 12 September 2022
ADVERTISEMENT
દેશમાં ઘણી જગ્યાએ NIAના દરોડા ચાલી રહ્યા છે. મળતી માહિતી મુજબ આ દરોડા ઘણા ગેંગસ્ટરોના અડ્ડા પર થઈ રહ્યા છે. છેલ્લી કેટલીક તપાસમાં ખાસ કરીને ISI અને ખાલિસ્તાની આતંકવાદીઓ સાથે પંજાબના ગેંગસ્ટરોની સાંઠગાંઠ સામે આવી છે.
National Investigation Agency (NIA) is conducting searches at various places in Delhi, NCR, Haryana and Punjab in connection with suspected terror gangs linked to the killing of Punjabi singer Sidhu Moose Wala: Sources pic.twitter.com/H9JTiCHQIu
— ANI (@ANI) September 12, 2022
ADVERTISEMENT
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પંજાબી ગાયક સિદ્ધુ મૂસે વાલાની હત્યા સાથે જોડાયેલી શંકાસ્પદ આતંકી ગેંગના સંબંધમાં દિલ્હી, NCR, હરિયાણા અને પંજાબમાં વિવિધ સ્થળોએ સર્ચ કરી રહી છે.
'દિલ્હી નાં દાઉદ' પર પણ એક્શન
NIAના ડોઝિયર મુજબ, નીરજ સેહરાવત ઉર્ફે નીરજ બવાના અને તેની ગેંગ મોટા લોકોની હત્યા કરવામાં અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં આતંક ફેલાવવામાં સામેલ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર નીરજ બવાના અને તેની ગેંગનું લોરેન્સ બિશ્નોઈ સાથે પણ ગેંગ વોર છે. નીરજ બવાના જેલમાં છે પરંતુ તેનું સંચાલન હજુ થઈ રહ્યું છે કારણે તેનો ડર હજુ પણ અકબંધ છે. પંજાબી ગાયકમાંથી રાજકારણી બનેલા સિદ્ધુ મુસેવાલાની હત્યાના કલાકો બાદ દિલ્હીના ગેંગસ્ટર નીરજ બાવાનાએ લોરેન્સ બિશ્નોઈ ગેંગ સામે બદલો લેવાની જાહેરાત કરીને સનસનાટી મચાવી દીધી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.