nia conducts raid in terror funding case at more than 45 locations in jammu kashmir updates
દરોડા /
જમ્મુ કશ્મીરમાં NIA નું મોટું ઓપરેશન, આતંકીઓનાં કાંડા કાપી લેવા માટે કરશે આ કામ
Team VTV09:56 AM, 08 Aug 21
| Updated: 10:14 AM, 08 Aug 21
જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ટેરર ફંડિંગ કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) 45 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે.
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા સૌથી મોટુ ઓપરેશન
45 થી વધારે સ્થળોએ દરોડા
જમાત-એ-ઇસ્લામી નામનું સંગઠન ઘણા સમયથી કાર્યરત
રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા જમ્મુ કશ્મીરમાં સૌથી મોટા ઓપરેશનમાં 45 થી વધારે સ્થળોએ દરોડા પાડવામાં આવી રહ્યા છે.
જમ્મુ કશ્મીરમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી દ્વારા ટેરર ફંડિંગ કેસમાં 45 થી વધુ સ્થળો પર દરોડા પાડી રહી છે. આ ઓપરેશન શનિવારથી શરૂ કરવામાં આવ્યું છે. આ ઓપરેશનનો મુખ્ય ટાર્ગેટ આતંકીઓનું ફંડિંગ રોકવાનો હોય તેવી સંભાવના છે. જમાત એ ઇસ્લામી નામના સંગઠન પર એનઆઈએની નજર છે અને આ સંગઠન દ્વારા આતંકીઓને થતી મદદ બંધ કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
જણાવવામાં આવ્યું હતું કર સિનિયર ડીઆઇજી સાથે દિલ્હીથી ટીમ શ્રીનગર રવાના થઈ હતી. એનઆઈએ નાં આ દરોડા 14 જિલ્લાઓમાં 45 થી વધારે સ્થળોએ પાડવામાં આવી રહ્યા છે.
જેમાં આ ગામડાઓ અને સ્થળો મુખ્ય છે.
શ્રીનગર,
બડગામ,
ગંદરબાલ,
બારામુલા,
અનંતનાગ,
શોપિયા,
પુલવામાં,
કુલગામ,
રામબાણ,
દોડા,
કિશ્તવાડ અને રાજૌરીમાં આ મોત ઓપરેશન્સ ચાલી રહ્યા છે.
થોડા દિવસ પહેલાં પણ 10 ઠેકાણા પર દરોડા પાડવામાં આવ્યા હતા મળતી વિગત પ્રમાણે, જમ્મુ કશ્મીરના અનંતનાગ, શ્રીનગર, અવંતિપોરા અને બારામુલામાં NIA,IB,RAWની 10 અલગ-અલગ ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન દેશની ટોચની તપાસ એજન્સીઓ દ્વારા કેટલાક લોકોની ધરપકડ કરવામાં આવી હતી તો કેટલાક સ્થાનિકોની પૂછપરછ પર કરાઈ રહી છે.
જમાત-એ-ઇસ્લામી પર તવાઈ
જમાત-એ-ઇસ્લામી નામનું સંગઠન ઘણા સમયથી કાર્યરત છે અને 2019 માં સરકાર દ્વારા તેના પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તેમ છતાં તેની કામગીરી યથાવત રહેતા આખરે આ પગલું ભરવામાં આવ્યું હતું.
જમાત-એ-ઇસ્લામી આમ તો વિદ્યાર્થીઓને ભણાવવા કે એવા હેતુઓનું નામ આપીને તુર્કી અને દુબઈ જેવા દેશો પાસેથી ફંડિંગ લેતું આવ્યું છે. પરંતુ તેનું સાચું કામ જૈશ-એ-મહોમ્મદ અને મુજાહિદ્દીન જેવા સંગઠનોને મદદ કરવાનું છે. આ દરોડામાં જમાત-એ-ઇસ્લામીનાં વડા સહિતનાં ઘણા નેતાઓ સામે પગલાં લેવામાં આવ્યા હતા.